તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર્જ સંભાળ્યો:ક્ષિપ્રા અગ્રે આજથી બન્યા વલસાડ જિલ્લાના કલેકટર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015માં વલસાડમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે

તાજેતરમાં વલસાડ જિલ્‍લાના કલેકટર આર. આર. રાવલ તા. 30મી જૂને વયનિવૃત્ત થતાં જિલ્લા કલેકટર વલસાડ તરીકે બઢતીથી નવનિયુકત થયેલા વર્ષઃ 2013ની બેચના ક્ષિપ્રા અગ્રે (આઇ.એ.એસ.)એ આજે તા. 01લી જુલાઇના રોજ તેમના વલસાડ કલેકટર તરીકેનો હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

નવનિયુકત વલસાડ કલેકટર ક્ષિપ્રા અગ્રેએ તેમની કારર્કિદીની શરૂઆત વલસાડ જિલ્‍લા ખાતેથી વર્ષઃ 2015માં શરૂ કરી હતી તેઓ વલસાડ પ્રાંત તરીકે તા.18મી ડિસેમ્‍બર થી એપ્રિલ-2017 સુધી રહયા હતા. વલસાડ પ્રાંત તરીકે તેઓનુ જિલ્લાના વિકાસમાં યોગદાન ઘણું સારૂ રહયું હતું. ત્‍યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તા.01લી મે 2017 થી તા. 01જી સપ્‍ટેમ્‍બર 19 સુધી રહયા હતા. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમણે ભરૂચ જિલ્લામાં સારી કામગીરી કરી હતી ત્‍યારબાદ સરકારે તેમને સુરત ખાતે રીજીયોનલ કમિશનર મ્‍યુનિસિપાલીટીઝ તરીકે બદલી કરતાં તેઓએ 04 થી સપ્‍ટેમ્‍બર થી 30મી જૂન સુધી સુરત ઝોનમાં આવતી તમામ જિલ્લાઓની નગરપાલિકાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી.

કલેકટર ક્ષિપ્રા અગ્રે વલસાડ જિલ્‍લામાં પ્રાંત અધિકારી વલસાડ તરીકે જિલ્લાની પ્રજા માટે સફળ કામગીરી કરી હોઇ, તેઓને સરકારે વલસાડ ખાતે બઢતીથી કલેકટર તરીકે નિયુકિત આપતાં તેઓ વલસાડ જિલ્લાના વિકાસ માટે હવે તેમની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...