તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફણસા કંટોલ સામે તપાસ રિપોર્ટ ઉપલી કચેરીને રવાના

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિયમ મુજબ અનાજ અાપવામાં આવતુ ન હતું

ફણસા કલગામ નિરા મંડળી સંચાલિત સસ્તા અનાજ પરવાના ધારક વિરુદ્ધ ફરિયાદ બાદ તપાસ રિપોર્ટ વલસાડ જિલ્લા કચેરીએ મોકલાવ્યો છે. ફણસા કલગામ નિરા તાળગોળ મંડળી સંચાલિત સસ્તા અનાજની દુકાન આવેલી છે. જે પરવાના ધારક દ્વારા કાર્ડ ધારકોને અનાજ અને કેરોસીનનો જથ્થો સરકાર દ્વારા ફાળવામાં આવેલ તે મુજબ આપવમાં આવતો ન હતો.પરવાના ગ્રાહક દ્વારા ઓફ લાઈન કૂપનો કાઢી અનાજ અને કેરોસીનનો જથ્થો આપવામાં આવતો હતો.

કુપન પણ પરવાના ધારક દ્વારા લઈ લેવામાં આવતી અને લાઈસન્સ મેળવ્યા ત્યારે સરકારની ગાઈડ ની ગાઈડલાઈનનું પાલન નહિ કર્યા તથા મેન્યુઅલ કાંટાથી વજન કરવામાં આવતું હોવાના જેવા ગંભીર આક્ષેપો અશોકભાઈ બી.પટેલ દ્વારા લગાવી જિલ્લા પુરવઠાને લેખિત ફરિયાદ કરી હતી. જે નકલ મંત્રી જયેશભાઇ રાદડિયા અને રમણ પાટકરને રવાના કરી હતી. ઉપલી કક્ષાએ થયેલ ફરિયાદ બાદ તાલુકા પુરવઠા અધિકારી વિશાલ દેસાઈ દ્વારા ગત સપ્તાહે ફણસા સસ્તા અનાજની દુકાનની વિઝીટ કરી જરૂરી રિપોર્ટ વલસાડ કચેરીએ મોકલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો