• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Bhilad
  • In Valsad District, The Number Of Positive Cases Of Corona Has Remained The Same, Today The Number Of Active Cases Has Reached 48 With 7 Cases Being Registered.

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત, આજે 7 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 48 પર પહોંચી

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં 1 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ ચાર-પાંચ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 48 પર પહોંચી ચૂકી છે. જિલ્લામાં આજે પણ નવા 7 કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અને આવેલા 7 કેસ પૈકી વલસાડ તાલુકાના જ 6 અને વાપી તાલુકાના 1 નવો કેસ જાહેર થયા હતા.

વલસાડ જિલ્લામાં કોરોની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. છેલ્લા 3 અઠવાડિયાથી જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 7 નવા કોરોના સંક્રમિત કેસ જાહેર થયા હતા. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 48 પર પહોંચી ચુક્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જ્યારે વલસાડ જિલ્લામાંથી 1 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા છે.

જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 2,59,430 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 2,53,292 સેમ્‍પલ નેગેટીવ અને કુલ 6,140 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે. જ્યારે કુલ 5,640 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે.

જિલ્લામાં 18+ વર્ષની વધુ ઉંમરના 12,17,886 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 6,16,541 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નવા કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RTPCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વલસાડ તાલુકામાં 38 એક્ટિવ, પારડી તાલુકાના 3 એક્ટિવ કેસ, વાપી તાલુકામાં 5 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 0 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 0 અને કપરાડા તાલુકામાં 1 એક્ટિવ કેસ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6,140 સંક્રમિત કેસ સામે 5,640 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...