તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઉમરગામ તાલુકામાં 96 ગ્રાહક વીજ ચોરીમાં ઝડપાયા, 30 લાખનો દંડ, રેડની જાણ થતા ચોરોએ ટેપીંગ કાઢી નાખ્યા

ભીલાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સરીગામ દરિયા કિનારાના ગામોમાં મંગળવારે સવારે વિજિલન્સ ટીમે રેડ કરી 96 વીજ ગ્રાહકોની ગેરરીતિ ઝડપી પાડી રૂ.30 લાખનો દંડ ફટકાર્યો હતો. વિજિલન્સ ટીમની રેડ થી વીજ ચોરોમાં ફડફડાટ ફેલાઈ ગયો હતો. સુરત બરોડાની વિજિલન્સની 37 જેટલી ઓ ટીમ મંગળવારની સવારે 7 કલાકે ત્રાટકી હતી. અને ફણસા, મરોલી, ધોડીપાડા, સરઈ, નારગોલ, કલગામ, મમકવાડ, સરોન્ડા, માણેકપોર વિસ્તારના 1250 વીજ મીટરો ચેક કર્યા હતા.જેમાં વિજિલન્સ ટીમે 96 ગ્રાહકો ને મીટરો સાથે ચેડાં કરતા ઝડપી પાડ્યા ગાતા.

ગ્રાહકો એ મીટર ટેપિંગ અને હુક બારોબાર વીજ પ્રવાહ મેળવી રહ્યા હતા. જે 96 ગ્રાહકોને રૂ.30 લાખનો દંડ ફટકાર્યો હતો. વિજિલન્સ ટીમની રેડમાં વહેલી સવારે ઉઠી ટેપિંગ કાઢી નાખતા ગ્રાહકોનો આબાદ બચાવ થયો હતો. રેડ અંગેની જાણ ઉમરગામ તાલુકા વિસ્તારમાં થતા વીજ ચોરોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. લાંબા સમયબાદ ઉમરગામ વિસ્તારમાં વિજિલન્સની ટીમ ત્રાટકતા વીજ ચોરી કરતામાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો