ચૂંટણીનું આયોજન:SIAની ચૂંટણીમાં પ્રમુખ બિન હરીફ,12 કમિટી મેમ્બર માટે 13 ઉમેદવાર મેદાનમાં

ભીલાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 19મેના રોજ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના 548 સભ્ય મતદાન કરશે

સરીગામ એસઆઇએની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની શનિવારે છેલ્લી તારીખ સમ્પન થતા પ્રમુખ માટે કમલેશઆઇ ભટ્ટની એક માત્ર ઉમેદવારી નોંધાયેલી હોય તેમને પ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. જ્યારે 12 કમિટી મેમ્બર માટે 13 ઉમેદવારો મેદાનમાં રહેતા 19 મેનાં રોજ કમિટી મેમ્બરની ચૂંટણી યોજાશે.

એસઆઇએની 19 મેનાં રોજ યોજાનારી ચૂંટણી માટે સિનિયર ઉદ્યોગપતિ શિરીષભાઈ દેસાઈ, ઉદયભાઈ માંરબલી, જે.કે.રાય, કૌશિક પટેલ, સમીમ રીઝવી, ગૌતમ સિંઘ, સજ્જન મુરારકા આર.કે.સિંઘ,આર. જે.સીંગ સહિત વિગેરેએ ચૂંટણી બિનહરીફ થાય તે માટે બેઠકોનો દોર ચલાવી પ્રમુખ તરીકે કમલેશ આઇ ભટ્ટને એક માત્ર પ્રમુખ માટે ઉમેદવારી પત્ર ભરાવવામાં સફળતા મળી હતી. ​​​ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે પ્રમુખ માટે એક માત્ર ઉમેદવારી પત્ર રહેતા પ્રમુખ તરીકે કમલેશ ભટ્ટની બિન હરીફ વરણી થઈ હતી. જ્યારે 12 કમિટી મેમ્બર માટે 13 ઉમેદવારી ફોર્મ રહેતા કમિટી મેમ્બર માટે ચૂંટણી 19મેનાં રોજ ચૂંટણી યોજાશે.

ચૂંટણી માટે 548 એસઆઇએનાં સભ્યો મતદાનમાં ભાગ લઈ શકશે.ચૂંટણી બાદ સાંજે પરિણામ જાહેર થશે.એસઆઇએની ચુંટણી માટે સિનિયર અને જુનિયર ઉદ્યોગપતિની બનેલી ટીમ દ્વારા પ્રમુખ અને 12 કમિટી મેમ્બરને બિન હરીફ વરણી કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે કમિટિ બિન હરીફ બનાવવાના સ્વપનો પર પાણી ફરી વળ્યું છે.

13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા

 1. દામોદર પારેખ
 2. દેવાંગ શાહ
 3. ​​​​​​​હસમુખ બોરાના
 4. ​​​​​​​હેમંત મંડોલી
 5. ​​​​​​​જૈવિક પટેલ
 6. ​​​​​​​કિશોર ગજેરા
 7. ​​​​​​​જયંતીલાલ દામાં
 8. ​​​​​​​નિર્મલ દૂધાની
 9. ​​​​​​​નિતિન ઓઝા
 10. ​​​​​​​સેહુલ પટેલ
 11. ​​​​​​​સપન ઠાકર
 12. ​​​​​​​સુરેશ ભિમાની
 13. ​​​​​​​પંકજ રાય.
અન્ય સમાચારો પણ છે...