ફરિયાદ:એક્સપ્રેસ-વેમાં ખેડૂતોએ ખોટા સોગંદનામાથી પૈસા પડાવ્યા

ભીલાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્યએ કેબિનેટ મંત્રીને લેખિત ફરિયાદ કરી

બોરીગામમાં ખાતા નંબર 235 અને નવો સર્વે નંબર 144 વાળી જગ્યામાંથી 2248 ચોરસ મીટર જગ્યામાં એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન થયુ હતું. જે જમીન પર ખેડૂત દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરી વધુ ઝાડો બતાવી રૂ.79 લાખનું વળતર મેળવ્યું હોવાના આક્ષેપ મૂકી પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ વારલીએ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલને લેખિત ફરિયાદ કરી છે.

ઉમરગામ તાલુકાના બોરીગામ ખાતે વર્ષોથી ખાતા નંબર 235 જૂનો સર્વે ન.81/4 અને નવો સર્વે ન.144 વાળી જગ્યા પર વર્ષોથી દીપકભાઈ લીમજીભાઈ ધોડીનો પરિવાર ખેતી કરી જમીન ભોગવટો કરી રહ્યા હતા. જે જમીનમાંથી વડોદરા મુંબઇ વડોદરા એક્સપ્રેસ હાઇવે જતા જમીન સંપાદન કરી હતી. જે જમીન પર આંબા, બોર, જામફળ, કાજુ, ધામણી, કીનાઈ વગેરે 115 વૃક્ષો હતા. જે જમીનનો ખાતેદાર દશરથસિંહ અભેસિંહ રાજપૂતએ ખોટું સોગંદનામું રજૂ કરી અધિકારીની મિલીભગત સાથે 435 જેટલા વૃક્ષો બતાવી રૂ.79,91,288 મેળવી લીધા હોવાના આક્ષેપ મુક્યા છે. ખુડૂત ખાતેદાર દ્વારા સરકારની તીઝોરીમાંથી ખોટા પૈસા મેળવતાં જમીન કબજો અને ભોગવટો ધરાવનાર દિપકભાઇ લીમજીભાઈ ધોડીએ પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ વારલીને લેખિત આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. જમીન કબજો અને ભોગવટ ધરાવનારે કરેલી લેખિત ફરિયાદ બાદ ઉમરગામના પૂર્વ ધારાસભ્ય શંકર વારલીએ કેબિનેટ મંત્રી નરેશ પટેલને લેખિત રાવ કરી તપાસની માંગ કરી છે. આ કેસમાં તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...