દુષ્કર્મ કેસ:સરીગામમાં પતિએ મહિલાને ઘરમાં ગોંધી, મિત્રનું દુષ્કર્મ

ભીલાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવતા 0 નંબરથી રિફર

સરીગામ રાય સાગરમાં પતિ સાથે રહેતી પત્નીને ખુદ પતિ અને મિત્રએ 22જાન્યુઆરી 21થી ઓગષ્ટ 21 સુધી ચાલીની રૂમમાં ગેરકાયદે ગોંધી રાખી મારઝૂડ કરી, શારારિક તેમજ માનસિક ત્રાસ આપી પતિની ગેરહાજરીમાં મિત્રએ મહિલા અને સંતાનને મારી નાંખવાની ધમકી આપી બળત્કાર ગુજાર્યો હતો.

ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરીગામનાં રાય સાગર ખાતે મહિલા 22 જાન્યુઆરી 2021 થી 18 ઓગષ્ટ 2021 દરમ્યાન રહેતી હતી.મહિલાનાં પતિ અને પતિનો મિત્ર વિનોદ હરિવંશ યાદવ પોતાના સામન્ય ઈરાદો બર લાવવા કાવતરું કરી મહિલા અને સંતાનને ચાલીનાં રૂમમાં પુરી રાખી ધમકાવી,મારઝૂડ કરી, શારરિક તેમજ માનસિક રીતે હેરાન કરી હતી.માર્ચ 2021 માં મહિલાના પતિની ગેરહાજરીમાં મિત્ર વિનોદ હરિવંશ યાદવ (રે,સરીગામ ભીલાડ)એ મહિલા અને તેના સંતાનને મારી નાંખવાની ધમકી આપી જબરજસ્તીથી શારરીક સંબધ બાંધી, બળત્કાર ગુજાર્યો હતો.

મહિલાએ પતિને મિત્રએ કરેલા બળત્કાર અંગેની જાણ કરતા તેણે ધમકાવી ચૂપચાપ રહેવા જણાવ્યું હતું. આ બનાવ અંગે મહિલાએ મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધવતા ભીલાડ પોલીસે ઝીરો નંબરથી આઇપીસી કલમ 342,376,323,504,506,34 મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મિત્રને દુષ્કર્મ કરવામાં સહયોગ આપવા બદલ પતિ સામે જબરજસ્તીથી રૂમમાં ગોંધી રાખવા બદલ ગુનો નોંધાયો છે. જ્યારે તેના મિત્રની સામે દુષ્કર્મની ફરિયાદ થઇ છે. મહિલા હેમખેમ રૂમમાંથી મહારાષ્ટ્રના વિરારમાં પોતાના ઘરે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...