તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્માંતરણ અટકાવવા બેઠકોનો દૌર તેજ:મરોલીમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા હિન્દુ પરિવારને ઘરવાપસી માટે સમાજની બેઠક મળી

ભીલાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામ તાલુકામાં ધર્માંતરણ અટકાવવા બેઠકોનો દૌર તેજ થયો, લોકોને માહિતગાર કરાયા

મરોલી દાંડી ખાતે 11 મી જુલાઈ ના રોજ સવારે 11 કલાકે બારી સમાજ ના આગેવાનો અને હિન્દુ સંગઠન ના આગેવાનો ની બેઠક મળી હતી.જેમાં દાંડી ના બારી સમાજ ના 6 સભ્યો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતો વિડીયો વાયરલ થયો હતો.પરિવાર ખ્રિસ્તી ધર્મ અંગીકાર તેમને ઘર વાપસી કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉમરગામ તાલુકા ના મરોલી ગ્રામપંચાયત વિસ્તાર ના દાંડી ગામ ખાતે એકજ પરિવાર ના 6 જેટલા સભ્યો સ્થાનિક પાદરી ની રાહબરી હેઠળ હોજ માં ડૂબકી લગાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ઉમરગામ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

દાંડી બારી સમાજનું પરિવાર ધર્માતારણ કરી હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા પરિવાર ને ઘર વાપસી માટે રવિવાર ના રોજ દાંડી બારી સમાજના હોલમાં સભા મળી હતી.જેમાં ચાર થી વધુ ગામ ના સમાજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. પિયુષભાઈ શાહ (વિશ્વહિન્દુ પરિષદ) રાજુભાઈ મહેતા, મુકેશભાઈ હળપતિ, દિપકભાઈ પટેલ (સંઘ પરિવાર) શંકરભાઈ મહાકાલ (ધર્મપ્રસાર પ્રાંત ઉપપ્રમુખ) અમિતભાઈ પટેલ (ધર્મપ્રસાર પ્રાંત મંત્રી), હરિશભાઈ બારિયા(મરોલી પ્રમુખ સમાજ), નૈલેષભાઈ દુગડ (વિહિપ ઉમરગામ પ્રખંડ મંત્રી) , ગણેશભાઈ બારિયા (બારિયા સમાજ પ્રાન્ત પ્રમુખ), વિજયભાઈ ગોઈલ (વિભાગ મંત્રી), જયેશભાઈ બારિયા( નારગોલ ભુતપૂર્વ સરપંચ) જીતેન્દ્રભાઈ બારિયા તથા સમાજ ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા પરિવાર ને ઘર વાપસી માટે ચર્ચા વિચારણા કરવમાં આવી હતી. તથા આ બારી સમાજના પરિવારને શું પ્રલોભન આપવમાં આવ્યું હતું.તે જાણવા નો પ્રયાસ કરવા અંગે ચર્ચા વિચારણા કરવમાં આવી હતી.

મોટી દમણમાં ધર્માતરણ રોકવા માગ
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર મયુર કદમે મોટી દમણ સ્થિત કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી કે, મોટીદમણના મગરવાડા ગ્રામ્ય વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરી દ્વારા સ્થાનિક લોકોને જુઠી માહિતી અને પ્રલોભનો આપી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાનું કાર્ય થઇ રહ્યું છે. મિશનરીના લોકો દર રવિવારે પ્રાર્થનાના નામે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. હિન્દુ સમાજમાં ઝઘડો અને વૈમનસ્યની ભાવના ઉત્પન થાય એ પ્રકારનું કૃત્ય ચાલી રહ્યું હોવાથી આ વિશે તપાસ કરવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...