ફરિયાદ:ભીલાડમાં સગીરા પર લગ્નની લાલચે સહકર્મીનો દુષ્કર્મ

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગર્ભ રહી જતા ભાંડો ફુટ્યો, આરોપી સામે ફરિયાદ

ભીલાડ ગામ ખાતે રહી મજૂરી કામ કરતી 14 વર્ષની સગીરાને મજૂરી કામે આવેલા યુવાને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતા 19 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો. આ દરમિયાન સગીરાની અચાનક તબિયત લથડતા ભાંડો ફુટ્યો હતો અને સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવક સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભીલાડ નરોલી ફાટક પર ક્રિસ્ટલ પ્લાઝા એપાર્ટ મેન્ટ માં રહી મજૂરી કામ કરતો યુવાન કૈલશ નરોત્તમ વસાવા (રે,નવી વસાહત,પારસી ફળિયા નર્મદા) એ એપ્રિલ 2020 થી 24 જૂન 2022 દરમ્યાન સગીરા પર દાનત બગાડી લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંભોગ કર્યો હતો.સગીરા ની તબિયત બગડતાં 8 નવેમ્બર 2022 નાં રોજ ચીખલી ની હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યાં તબીબ દ્વારા સગીરા ને 11 માસ નો ગર્ભ હોવાનું જણાતા ભોગ બનનાર સગીરાનાં પિતાએ ભીલાડ પોલીસ મથકમાં કૈલશ નરોત્તમ વસાવા વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...