તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો:અણગામમાં ટેમ્પો ભાડાની અદાવતે બે પરિવાર બાખડ્યા

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટા ભાઇનું માથુ ફૂટતા હોસ્પિટલમાં

અણગામ ખાતે મંગળવારના રોજ રાત્રીના 8.45 કલાકે સરીગામ જીઆઇડીસીમાં ટેમ્પા વધારે ચાલવાની અદાવત રાખી બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. મોટાભાઈને માથામાં ઇજા પહોચતાં સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરીગામની કંપનીમાં ટેમ્પો ભાડા મારવાની અદાવતમાં બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.

જેમાં હસમુખભાઈ નાનુભાઈ આહીર, સુનિલભાઈ મગનભાઈ આહીર, જીતુભાઇ હસમુખભાઈ આહીર અને ભાવિનભાઈ ગુલાબભાઈ આહિરે મગનભાઈ નાનુભાઈ આહીર, દિપક અને જીગ્નેશ સાથે બોલાચાલી કરી નાલાયક ગાળો આપી ઢીક્કા મુક્કીનો માર મારી મગનભાઈને માથામાં લાકડાનો ફટકો મારતા તેમને લોહીલુહાણ હાલતમાં ભીલાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઈસમોએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોકત ઈસમો વિરુદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો