તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:અંકલાસની બેઠક પર ભાજપ ઉમેદવાર ન બદલે તો કાર્યકરો ધરણા કરશે

ભીલાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર્યકરોએ MLA લેખિત રજુઆત કરી રોષ ઠાલવ્યો

આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનારી તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે અંકલાસ તાલુકા પંચાયત બેઠક પર જાહેર કરાયેલા મહિલા ઉમેદવાર સામે પક્ષના જ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.જો આ બેઠક પર ફેર વિચારણા ન થાય તો ભાજપ કાર્યાલય સામે ધરણા કરવાની ચિંમકી સાથે ધારાસબ્ય પાટકરને લેખિત રજુઆત કરી છે. ઉમરગામ તાલુકાની તાલુકા પંચાયતની 30 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકો પર ભાજપ પાર્લામેટરી બોર્ડ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે.

જે લિસ્ટમાં કાર્યકર્તાના પોતાના ઉમેદવારોનું નામ ન આવતા વિરોધ થઈ રહ્યો છે. કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારી નોંધવાઈ તેવા માહોલ ઉભો થયો છે. જેમાં ડહેલી જિ. પંચાયત ની બેઠક પર અપક્ષ પુરી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરે તેવા સમીકરણ બની રહ્યા છે.ડહેલી જિલ્લા પંચાયત બેઠક માં સમાવેશ અંકલાસ તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર તરીકે હેમાંગી પટેલ નું નામ જાહેર થયું છે.જે ઉમેદવાર સામે કેટલાક ભાજપ કાર્યકર્તાઓએ નારાજગી દર્શાવી છે.

જે અંગે કાર્યકર્તા દ્વારા મંત્રી રમણ પાટકરને રજુઆત કરી હતી અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ને નારાજગી દર્શાવતો પત્ર મોકલાવ્યો છે.પત્ર દ્વારા પક્ષ દ્વારા ઉમેદવાર અંગે નો નિર્ણય નહિ બદલે તો જિલ્લા ભાજપ કાર્યાલય પર ધરણાની ચીમકી આપી છે.અંકલાસમાં પોતાના માનીતા ઉમેદવારનું નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ન આવતા જુના કાર્યકર્તાને ઠેકાણે લગાવ્યાના રોષ સાથે ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની કાર્યકર્તાઓએ તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો