વલસાડ તિથલ બીચ ખાતે ગુરૂવારે મોડી રાત્રે ચક્રવાતની અસર જોવા મળી હતી. તિથલ દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો હતો. શહેરીજાન કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયા કિનારે સાહેલગાહ માણવા આવ્યા હતા. જ્યાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા સહેલાણીઓએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે તિથલ બીચ સહિત વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારે વસતા માછીમારી અને સ્થાનિક લોકોમાં ચિંતા વધી હતી. વલસાડ જિલ્લાના માછીમારોમાં દરિયા કિનારે લંગારેલી બોટને લઈને પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે વસતા માછીમારોમાં સંભવિત ચકરવાતની અસરને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડના શહેરમાં દિવસ દરમિયાન પડતી ગરમીને લઈને સહેલાણીઓ સાજથી મોડી રાત સુધી દરિયાની સાહેલગાહ માણતા જોવા મળતા હોય છે. ગુરુવારે રાત્રે વલસાડના તિથલ બીચ સહિત જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે રાત્રે ભારે પવન ફૂંકાયો હતો.
વલસાડ તિથલ બીચ ઉપર ખાણીપીણીના સંચાલકોએ બાંધેલાં મંડપ ઉપર દરિયા કિનારે ફૂંકાતા પવનની ભારે અસર જોવા મળી હતી. સંભવિત ચક્રવાતની અસરને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાનું સ્થાનિક સ્ટોલ સંચાલકોએ જણાવ્યુ હતું. બીચ ખાતે ભારે પવન ફૂંકાતા સહેલાણીઓએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી. દરિયાના પાણીમાં કરંટ જોવા મળતા માછીમારોમાં ચિંતાનો વિષય બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.