રોષ:કરજગામ ગામે કુવાના પ્રદૂષિત થવા છતાં જીપીસીબી નિંદ્રાધીન

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી કુવામાં પ્રદૂષિત પાણી આવતાં ભારે રોષ

કરજગામના રાય ફળિયાના કુવાના પાણી કલરયુક્ત બનતા લોકોએ કુવાના પાણીનો ઉપયોગ બંધ કર્યા છે.મહિલાઓને પીવાના પાણી માટે આમ તેમ ભટકવું પડતાં મહિલાઓમાં નારાજગી વધી છે. પ્રદૂષણ મામલે કાર્યવાહી કરવામાં જીપીસીબી નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે.

સરીગામ જીઆઇડીસી નજીક કરજગામ રાય ફળિયા ખાતે રમણભાઈ ધોડીના ઘર પાસે વર્ષો જૂનો પાણીનો કૂવો આવેલો છે. જે કુવાના પાણી લોકો પીવા માટે,રસોઈ બનાવવામાં તથા કપડાં ધોવા માટે ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી કુવાના પાણી કલર યુક્ત બનતા લોકોએ કુવાના પાણીનો ઉપયોગ બંધ કર્યો છે. કલરયુક્ત પાણી પીવાલાયક ન રહેતા મહિલાઓને પીવાના પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે. જેના લીધે નોકરિયાત મહિલા ઓ ને મુશ્કેલી પડી રહી છે.

જીપીસીબી દ્વારા કુવાના બિન ઉપયોગી થયેલા પાણી અંગે યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે. કુવાને પ્રદૂષિત કરતાં એકમો સામે કાર્યવાહી કરવામાં જીપીસીબી નિષ્ફળ ગઇ છે. જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારીના ભરોસે ચાલતાં પ્રદૂષણ ઓકતા એકમો સામે કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...