ચૂંટણી:SIAની ચૂંટણી માટે કમિટી મેમ્બરનાં ચાર ફોર્મ રિજેકટ

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ પરત ખેંચવાની તારીખે ચિત્ર સ્પષ્ટ થશે

ભીલાડની સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનની 19 મેનાં રોજ યોજાનારી ચૂંટણીમાં 12 કમિટી મેમ્બર માટે 20 ફોર્મ ભરાયાં હતાં.જેમાં 5મે નાં રોજ ફોર્મ ચકાસણી દરમ્યાન ચાર ફોર્મ રિજેકટ થતા કમિટી મેમ્બરનાં 16 ફોર્મ બાકી રહ્યા છે. એસઆઇએની 19 મેનાં રોજ ચૂંટણી જાહેર થઈ છે.આ ચૂંટણી બિન હરીફ થાય તે માટે અગ્રણી ઉદ્યોગકારોની ટીમ પ્રયાસો કરી રહી છે.

જેમાં પ્રમુખને બિન હરીફ બનાવવા સફળ રહ્યા છે.એસઆઇએ નાં પ્રમુખ તારીખે કમલેશ આઇ ભટ્ટ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.જ્યારે કમિટી મેમ્બર માટે 20 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં.જેમાં 5 મેનાં રોજ સ્ક્રૂટીની કમિટી દ્વારા હાથ ધરાયેલ ફોર્મ ચકાસણીમાં કમિટી મેમ્બરનાં ચાર ફોર્મ રિજેકટ થયા હતા.હવે 16 ઉમેદવારો મેદાનમાં છે. 7મેનાં રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે છે.

એસઆઇએનાં સિનિયર ઉદ્યોગપતિઓ ચાર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ચૂંટણીને બિન હરીફ બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ એસઆઇએના પ્રમુખ માટે હજુ સુધી માત્ર એક જ ઉદ્યોગપતીએ ઉમેદવારી નોંધવતા બિનહરીફ થવાની પુરેપુરી શક્યતા છે. હાલ સરીગામ ઔદ્યોગીક વિસ્તારમાં ચૂંટણીને લઇને ચર્ચા ચાલી રહી છે. 7મી મેના રોજ કમિટી મેમ્બર માટે ઉમેદવારો નક્કી થયા બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...