દોડધામ:વલવાડામાં માટી ભરેલી ટ્રક પકડતા હવામાં ફાયરિંગ

ભીલાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણખનીજને જોઇ ચાલકે લોકોને ભેગા કર્યા

વલવાડામાં દમણ પાર્સિંગની માટી ભરેલી ટ્રક શુક્રવારે સાંજે 4 કલાકે ખાણ ખનિજ ખાતાની ટીમે રોકી હતી.ટ્રક ચાલક પાસે જરૂરી કાગળોની માગણી કરતા કાગળો રજુ નહિ કરી,લોકોને ભેગા કરતા ગન મેને તેઓને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરી દીધું હતું.જેને લઇ દોડધામ મચી ગઇ હતી. ઉમરગામ તાલુકામાં માટી ખનનની પ્રવુતિ પુર જોશમાં ચાલી રહી છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા શુક્રવારે સાંજે 4 કલાકે ઉમરગામ તાલુકામાં સપાટો બોલાવતા માટી ખનન કરનારાઓમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

ખાણ ખનિજ વિભાગની ટીમ વલવાડા વિસ્તારમાં પહોચી જતા સામે થી દમણ પાર્સિંગની માટી ભરેલી ટ્રક આવતા તેને રોકી ટ્રક ચાલક પાસે જરૂરી કાગળોની માંગણી કરી હતી. ટ્રક ચાલકે કાગળો ન રજુ કરતા ટ્રકને ખાણ ખનિજ ખાતાની ટીમે સરીગામ સાઈટ પર લઈ જવા જણાવ્યું એ દરમ્યાન ટ્રક ચાલકે ટ્રક માલિકને ફોન કરતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.

જેથી ખાણ ખનિજ ખાતાના ગન મેને લોકોને ડરાવવા હવા ફાયરિંગ કરી દીધું હતું.જેનાથી ભાગદોડ મચી ગઇ હતી.આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં. પોલીસે સ્થળ પરથી માહિતી લઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...