દુર્ઘટના:સરીગામની કંપનીમાં આગ, મશીનરી તથા મટીરીયલને નુકશાન થયું

ભીલાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરીગામ જીઆઇડીસીના પ્લાસ્ટિક ઝોનમાં ઇડજે ટેકનો નામની કંપની આવેલી છે. જે કંપનીમાં સેંઇટાઇઝરનું ઉત્પાદન કરે છે. બે પાળીમાં રાત્રે 12કલાક સુધી ચાલુ રહે છે. કંપનીમાં 21 ઓગષ્ટને શુક્રવારે સવારે 3.30 કલાકે આગ ફાટી નીકળી હતી. આગ અંગેની જાણ સરીગામ ફાયર બ્રિગેડને કરતા ઘટના ફાયર ઘટના સ્થળ પર પોંહચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કંપનીની મશીનરી તથા મટીરીયલને નુકશાન થયું હતું.આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...