કાર્યવાહી:ડહેલી પ્રા.શાળાનાં જુના મકાનનાં છત- લાકડા ઉતારતા 3 સામે FIR

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામનાં ભીલાડ ડહેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે વર્ષ 1967માં જમીન દાતા રમેશચંદ્ર હરિકુષ્ણ જોષી અને તેના પરિવાર દ્વારા પ્રાથમિક શાળા બનાવવા માટે જમીન દાનમાં આપી હતી. જે જમીન પર ડહેલી પ્રાથમિક શાળાનાં બે ઓરડા તૈયાર કરવામાં આવ્યા હતા. સમય જતાં બાળકોની સંખ્યા વધતા પ્રાથમિક શાળાનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાનું મકાન ખાલી પડયું હતું. ઉમરગામ તાલુકામાં જમીનનાં ભાવો આસમાને પહોંચતા ઉમરગામ તાલુકામાં સરકારી જમીન મિલકતો પર લોકોની દાનત બગડી હતી. સરકાર દ્વારા લેન્ડગ્રેબિંગનો નવો કાયદો બનાવવા છતાં સરકારી જમીન મિલકત પર કબજો કરી બેઠેલા ઈસમો પર કોઈ જરૂરી પગલાં ન ભરતા સરકારી મિલકતો પચાવી પાડવા કિસ્સા અવાર નવાર સંભાળવા મળે છે.

ડહેલી પ્રા. શાળા માટે દાનમાં આપેલ જમીન પર બનાવેલ ઓરડા જર્જરિત બનતા ભીલાડ સરકારી હોસ્પીટલ સામે રહેતા અબ્દુલ અજીજ અબ્દુલ સતાર ખાન, ફજલે કરીમ અબ્દુલ અજીજ ખાન અને અબ્દુલ બક્કર અબ્દુલ અજીજ ખાન એક બીજાની મદદ ગારીથી જર્જરિત શાળાનાં છતનાં નળિયા તથા લાકડા કાઢી સરકારી જાહેર મિલકતને નુકશાન કરતા શાળામાં શિક્ષિકા અમીષાબેન ગાંધીએ ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...