કાર્યવાહી:દારૂ લઇ જતા 2 ખેપિયાને છોડી મુકનાર 2 TRB કર્મી સામે FIR

ભીલાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ટ્રોલ રૂમનાં કેમેરામાં ચેક કરતા બંને પોલીસ કર્મીની પોલ ખુલી

ઉમરગામ તાલુકાનાં મોહન ગામ શિખંડી માતા મંદિર પાસે આંતર રાજ્ય દારૂ ની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.જ્યાં ભીલાડ પોલીસ મથકના કર્મચારી અને હોમ ગાર્ડ ફરજ બજાવે છે. 16 મેનાં રોજ સાંજે 3.45 કલાકે દમણ તરફ થી આવતી કાર MH.04.KL..1712 ને અહીં રોકીને ચાલકને નીચે ઉતારી તલાસી લીધી હતી.તલાસી દરમ્યાન કોઈ શંકા સ્પદ વસ્તુ મળી આવતા ચાલકને તંબુમાં લઇ જઇવાયો હતો.

ચાલક તંબુમાંથી બહાર નીકળી કારમાં બેસી રવાના થતા શંકા સ્પદ વસ્તુને નાળા ફેંકી રવાના થયા હતા.જે તમામ ગતિવિધિ નેત્રમ કમાંડ કન્ટ્રોલ રૂમનાં સીસી ટીવી કેમેરામાં કેદ થઈ હતી. એલસીબી પીએસઆઈ જે એન ગોસ્વામીએ સીસી ટીવી કેમેરા ચેક કરતાં આ અંગે ભીલાડ પોલીસ ને જાણ કરતા પોલીસે ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી કારને રોકી ચેક કરતા તેમાંથી દારૂ ની બોટલ મળી આવી હતી.કાર ચાલક અરુણ મધુકર રાવ ચોધરીની પૂછપરછ કરતા તેઓ દમણ રોકાતા દારૂ ની અડધી બોટલ ફેંકી હોવાનું જણાવતા પોલીસ ચેક પોસ્ટ પર પહોચી દારૂ ની નાળા પાસે ફેકેલી બોટલ કબજે લીધી હતી.

અને ચેકપોસ્ટ પર રાજ્ય સેવક તરીકે કાયદાનાં આદેશની અવગણના કરી ગુનો આચરવા મદદ ગારી કરતા લોક રક્ષક પોલીસ કર્મચારી નિતિન કુમાર ગણેશભાઈ ભીલાડ પોલીસ 67, હોમગાર્ડ શુંભુ ભાઈ કાળીદાસ( 184,ભીલાડ પોલીસ યુનિટ) કાર ચાલક અરુણ કુમાર મધુકરાવ ચોધરી (રે.મહારાષ્ટ્ર) અને કારમાં સવાર રીપુદમણ હારજીત સિંગ આનંદ વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે ફરજમાં બેદરકારી દાખવી આરોપીઓને છોડી મુકનાર હોમગાર્ડ અ્ને પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વાપીમાં ટીઆરબી જવાનો અવાર નવાર ચર્ચમાં રહે છે. જેઓ અરજદારો સાથે ગેરવર્તનની ફરિયાદો ભૂતકાળમાં પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...