મારમારી:ઝરોલીમાં જમીનમાં રોડ મુદ્દે બે પરિવાર વચ્ચે મારમારી

ભીલાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પરિવાર વચ્ચેનો ઝઘડો પોલીસ મથકે પહોચ્યો

ઝરોલી પંચાયત વિસ્તાર નાં પથ્થર ફળિયા માં વિવાદિત પરીવારિક જમીન માંથી રોડ નાં નિર્માણ માટે મજૂરો આવતા બે પરિવાર વચ્ચે ઢીકા મુક્કી ઝપાઝપી થતા ભીલાડ પોલીસ મથક માં ફરિયાદ નોધાઇ છે. ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીલાડ નજીક ઝરોલી પંચાયત વિસ્તારમાં પથ્થર ફળિયા ખાતે 5 મેનાં રોજ માર્ગ મકાન ખાતા દ્વારા ડામર માર્ગનાં નિર્માણ માટે મજૂરો ઉતર્યા હતા.જે લઈ બાપદાદાની જગ્યામાં રોડની મંજુરી ન આપવાને લઈ ધનોલી વાણિયા ફળિયા ખાતે રહેતા રાજકુમાર બાબુભાઈ ધોડી તેની ભાભી સાથે સ્થળ પર પહોચ્યોં હતો.

જ્યાં હાજર બિપિન વનું ધોડી,અશોક ગજા ધોડી,કિશોર ગજા ધોડી અને હંસા ધોડીએ વિભત્સ ગાળો આપી, ઢીક મુક્કીનો માર મારી,ઝપા ઝપી કરી હતી .બૂમબૂમ થતા લોકો દોડી આવતા વધુ મારથી બચી ગયા હતા.બનાવ અંગે રાજ કુમાર ધોડીએ ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે મારામારી કરનાર સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...