તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઉમરગામ તાલુકામાં રજિસ્ટ્રેશન બાદ કોરોના વેક્સિન મળતા સાગર ખેડૂઓ વેક્સિનથી વંચિત રહે તેવી ભીતિ

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાગર ખેડૂઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે પડતી મુશ્કેલી

ગુજરાતમાં કોરાના વેક્સિન માટે ઓન લાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. ઉમરગામ તાલુકામાં ઓછું ભણેલા લોકો અને દરિયામાં મચ્છીમારી કરવા જતાં યુવાનો કોરાના વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરી શકતા કોરાના વેક્સિનથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

ઉમરગામ તાલુકાને પછાત વિસ્તાર તરીકે ગણના કરવામાં આવે છે. જ્યાં બહુધા વસ્તી આદિવાસી સમાજની છે. તાલુકામાં ઓછું ભણેલા નવ યુવાનની સંખ્યા ખૂબ વધુ છે. જે નવ યુવાનો ઓછું શિક્ષણના લીધે પોરબંદર, દ્વારકા અને ઓખા જેવા બંદરો પર રોજી રોટી મેળવવા જઇ રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ટ્રાઈબલ વિસ્તારમાં પણ શહેરની નીતિ ઠોકી બેસાડી 18 વર્ષથી 45 વર્ષના લોકો માટે કોરાના વેક્સિન માટે ઓન લાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તાલુકામાં ઓછું શિક્ષણ અને અજ્ઞાનતાના લીધે યુવાનો કંપની, કચેરીમાં નોકરી જવાના બદલે દરિયો ખેડવાનું વધારે પ્રસંદ કરી રહ્યા છે. જે યુવાનોને ઓનલાઈનની કોઈ ગતાગમ નથી. તેવા લોકો માટે કોરાના વેક્સિન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજીયાત છે. ત્યારે આ યુવાનો વેક્સિન લેવા ના બદલે નહિ લેવાનું વધારે પ્રસંદ કરી રહ્યા છે.

આ યુવાનો ઓગોસ્ટ માસમાં હવે દરિયો ખેડવા જવાનો પ્રારંભ કરશે. જેઓ હાલ વેક્સિન ન લેતા કોરાના સંક્રમણની શકયતા વધી છે. સરકાર દ્વારા ટ્રાઇબલ વિસ્તારમાં કોરાના વેક્સિન માટે શહેરની નીતિ અપનાવવાના બદલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર સંસ્થામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન વિના વેક્સિનની સુવિધા ઉભી કરે તો દરિયો ખેડવા જતા ઉમરગામ તાલુકાના હજારો યુવાનોને વેક્સિનનો લાભ મળે તેમ છે.

યુવાનો વેકશીન લેવાથી કોરાના સંક્રમણ પર અંકુશ મૂકાશે. એક તરફ શહેરી વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તંત્રના સહકારથી વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવતો હોય ત્યારે કાંઠા વિસ્તારમાં પણ રજિસ્ટ્રેશન વિના કેમ્પનું આયોજન કરાય તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...