તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની હાલત કફોડી:ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી

ભીલાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વ્યવસ્થાના અભાવે ઉમરગામના ખેડૂતોની હાલત કફોડી

ઉમરગામ તાલુકામાં ખેડૂતોની ઉત્પાદક અનાજ અને શાકભાજીના વેચાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોએ વેપારીઓને સસ્તા દરે વેચવા ડે છે.જેમાં ખેત ઉત્પાદન ના પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી નાના ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.

ઉમરગામ તાલુકા માં નાના અને શ્રીમંત એમ બે પ્રકાર ના ખેડૂતો રહે છે.નાના ખેડૂતો ખેતી માં અનાજ,કઠોળ,શાકભાજી ઉગાવી ને પરિવાર નું ભરણ પોષણ સાથે બાળકો નો શિક્ષણ નો ખર્ચ ઉઠાવી રહ્યા છે.જ્યારે શ્રીમંત ખેડૂતો મોટાભાગે આંબા ની ખેતી કરી રહ્યા છે.ચાલુ વર્ષે ઉમરગામ તાલુકા માં નાના ખેડૂતો ની પરિસ્થિતિ વિકટ બની છે.

ચોમાસામાં ઓછા વરસાદથી ખેડૂતોને ડાંગરના પાક માં ભારે નુકશાન થયુ હતુ.જેની ભરપાઇ કરવા માટે ખેડૂતોએ મહેનત કરી ખેતરોમાં રીંગણ સહિત શાકભાજીની ખેતી કરી હતી પણ ચોમાસાના અંતમાં પડેલા વરસાદે રીંગણની ખેતી નાશ કરી દીધી તો બીજી બાજુ ખેડૂતો એ ઉગાવેલ શાકભાજી ના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોની હાલત પાતળી બની છે. ઉમરગામ તાલુકામાં મોટા ભાગે ખેડૂતો ખેત પેદાશ ઉપર જીવન નિર્વાહ કરે છે.

સરકાર ખેડૂતોને રાહત થાય તેવું કરે
ખેડૂતો ખતરો માં અનાજ,કઠોળ,શાકભાજી ઉગાવે છે.પરંતુ વેચાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો ને ખેત ઉત્પાદન ના પોષણક્ષમ ભાવો મળતા નથી.સરકાર દ્વારા ખેડૂતો ની ખેત ઉત્પાદન ની ખરીદી કરે તેવી વ્યવસ્થા અને નીતિ બનાવે તો નાના ખેડૂતો નું જીવન ધોરણ ઊંચું આવી શકે તેમ છે.>સુરેશભાઈ પટેલ,ખેડૂત, બિલિયા,ઉમરગામ તાલુકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો