તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ફણસામાં 5 વર્ષથી વિકાસ ના થતાં ચૂંટણીનો બહિષ્કાર કરશે

ભીલાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેરબાની કરી વોટ માંગવા આવશો નહીં ના બેનરો

આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ફણસા તળાવ ફળિયાના ગ્રામજનો દ્વારા ચૂંટણીનો વિરોધ કર્યો છે. ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્ય દ્વારા વિકાસના કામો ન કરાતા ગ્રામજનોએ મહેરબાની કરી વોટ માંગવા આવવા નહિ નું બેનર લટકાવી વિરોધ નોંધાવ્યો છે. વલસાડ જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ સુધો ભાજપ બુ શાશન રહ્યું હતું. જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે શાશન છીનવી લઈ અઢી વર્ષ ભાજપે શાશન કર્યું હતું.ફણસા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના સભ્યો વિજયી બન્યા હતા.

જ્યારે રાજ્યમાં ભાજપનું શાશન અને ઉમરગામ તાલુકાના ધારાસભ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. જે મત વિસ્તારના ફણસા ગામ પંચાયતના તળાવ ફળિયાના ગ્રામજનોએ રસ્તા માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મંત્રીને રોડ માટે વારંવાર રજુઆત કરી મુલાકાત બાદ પણ માત્ર ઠાલા આશ્વશન આપતા ગ્રામજનોએ ફણસા બજાર વિસ્તારમાં બેનર લટકાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તળાવ ફળિયા વિસ્તારમાં વિકાસ ના કામો થયા નથી. ફણસા બજારમાં માર્ગ ઉપર બેનર લટકાવી ગત પાંચ વર્ષમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સભ્ય દ્વારા એક પણ કાર્ય અમારા વિસ્તારમાં કર્યું નથી.મહેરબાની કરી આ વર્ષે વોટ માંગવા આવશે નહિનું બેનર લટકાવી ચૂંટણીના વિરોધ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો