તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ આદિવાસી દિન:રાજ્યમાં કોરાના કાળના કારણે બંધ પડેલું શિક્ષણ તબક્કા વાર ફરીથી શરૂ કરવામાં આવશે: શિક્ષણ મંત્રી

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીલાડ ભંડારી સમાજ હોલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં વિશ્વ આદિવાસી દિન ઉજવાયો

ઉમરગામના ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે 9 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉપસ્થિત મંત્રીએ 14 જિલ્લાના 53 તાલુકાના 90 લાખ આદિવાસીઓને શુભકામના પાઠવી હતી. ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી પટ્ટી પર વન બંધુ કલ્યાણ યોજના હેઠળ 1 લાખ કરોડની ફાળવણી કરી હોવાનું જણાવ્યું હતું. ગોધરા ખાતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સ્થાપી અને રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસે રૂ.341 કરોડના ખર્ચે બિરસા મુંડા નામ સાથે જોડાયેલ ટ્રાઇબલ વિસ્તારમાં યુનિવર્સિટીનું ખાત મુહૂર્ત કર્યું હોવાનું જણાવ્યું હતું.

મંત્રીએ કોરોના સમયે બંધ પડેલ શિક્ષણને તબક્કા વાર ચાલુ કરવા તથા ગ્રાન્ટેડ શાળા કોલેજ અને ખાનગી શાળા કોલેજ અંગેના વિવાદમાં કોઈનું અહિત ન થાય તેમ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ પાસે વધારા ની ફી નહિ લેવામાં આવે અને અધ્યાપકોને સમજાવી ગેર સમજ દૂર કરાશે તેમજ શાળાના બાંધકામમાં પેટા કોન્ટ્રાકટર દ્વારા ગુણવત્તા ન જળવાતી હોવાના ઉઠેલા પ્રશ્નમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સજાગ હોવાનું જણાવી તરત પગલાં ભરે હોવાનું જણાવ્યું હતું.

મંત્રીએ જંગલ જમીનના હક્ક પત્રો,ખેતી વાડીના ઓઝારો, હળપતિ આવાસના ચેકો, આંબાની કલમનું વિતરણ તથા વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર આપ્યા હતા.શિક્ષણ મંત્રીએ હોલમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર ક્ષીપ્રા અગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, દંડક દીપકભાઈ મિસ્ત્રી સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાજપ સંગઠન અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...