તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ભીલાડ ડહેલી માર્ગ પર ટ્રાફિકના ભારણથી વાહનચાલકો ત્રાહિમામ

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણીઓએ ભીલાડ PSI ને રજુઆત કરતા આશ્વાશન આપ્યું

ભીલાડ સરીગામ અને ડહેલી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠયા છે. ટ્રાફિક સમસ્યા હળવો કરવા સરીગામ અને ભીલાડના અગ્રણીઓએ મંગળવારના રોજ ભીલાડ પોલીસ મથક પહોચી પીએસઆઇને રજુઆત કરી હતી. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ અને ઉમરગામ તાલુકા વિસ્તારના ગામોમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝના નાના અને ભારે વાહનો હાઇવે જવા ભીલાડ રેલવે ફાટક અને ભીલાડ રેલવે ગરનાળામાંથી પસાર થઇ રહ્યા છે. ભીલાડ રેલવે ફાટક બંધ રહેતા ભારે વાહનોની કતાર સરીગામ પંચાયત હદ સુધી અને સંજાણ રોડ પર શ્રીજી હોસ્પિટલ સુધી પહોંચી જાય છે.

ભારે વાહનોની કતારને લઈ રેલવે ફાટક ત્રણ રસ્તા અને ભીલાડ બજાર ત્રણ રસ્તાના માર્ગો બંધ થતાં સંજાણ ભીલાડ રેલવે ગરનાળા તરફના વાહનો, સરીગામથી રેલવે ગરનાળા તરફના વાહનો અને રેલવે ગરનાળામાંથી સરીગામ સંજાણ તરફ જતા વાહનોના પૈડાં થંભી જતા ટ્રાફિક સમસ્યા ઉભી થઈ રહી છે. જ્યારે સરીગામ ત્રણ રસ્તા પર આડેધડ માર્ગ પર પાર્ક થયેલા વાહનોને લઈ સરીગામની એન આર અગ્રવાલ કંપનીના આવતા જતા કન્ટેનર વળાંક લઈ ન શકતા પત્યેક રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવી રહી છે.

જેના લીધે વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમાંમ પોકારી ઉઠ્યા છે. પોલીસ દ્વારા ટ્રાફિક જામ હળવો કરવા રસ ન દાખવતા ભીલાડના અગ્રણી અને જિલ્લા પંચાયત સભ્ય ભરત જાદવ, દંડક દીપક મિસ્ત્રી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ ભંડારી અને ભીલાડના મહિલા સરપંચના પતિ કપિલ જાદવે ભીલાડના પીએસઆઇ બી.કે.રાઠોડને મૌખિક રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...