તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સરીગામની પ્રભાત કંપનીમાં ભીષણ આગથી દોડધામ

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અને જીપીસીબીની ટીમ સ્થળ પર ધસી ગઈ
  • પાણી- ફોમનો મારો ચલાવી માંડ આગને કાબુમાં લેવાઈ

સરીગામ જીઆઇડીસીમાં આવેલી પ્રભાત ઇલેસ્ટ્રોમર્સ કંપનીના યુનિટમાં શુક્રવારની સવારે 9.30 કલાકે આગ અગમ્ય કારણથી ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડ અને મેકલોઇડ કંપનીના ફોમથી આગ પર 2 કલાક બાદ કાબુ મેળવ્યો હતો.સરીગામ જીઆઇડીસીમાં રોડ નં.4 પર રબરના ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રભાત ઇલેસ્ટોમર્સ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં અવાર નવાર આગની ઘટના ઘટી રહી છે. કંપનીના 3 નંબર પર આવેલા યુનિટમાં 3જી સપ્ટેમ્બરની સવારે 9.30 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

જર્જરિત શેડમાં બનાવેલા યુનિટના બહાર રબરનો વેસ્ટેઝ સ્ટોક ભેગો કરતા ફાયર બ્રિગેડના જવાનોને આગ સુધી પહોચવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. આગની જાણ સરીગામ પોલીસને થતાં ઘટના સ્થળ પર દોડી જઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી હતી. ઉદ્યોગપતિ દિલીપ ભંડારીએ સ્થલ પર જઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.સરીગામ ફાયર બ્રિગેડ અને વાપી નોટિફાઇડના ફાયર ફાયટરોએ ઘટના સ્થળ પર પહોચી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો.

સરીગામ જીપીસીબીની ટીમ ઘટના સ્થળ પર પહોચી જઈ નિરિક્ષણ કર્યું હતું. જોકે સાંજે કંપનીના અધિકારી દ્વારા ગેસ કીટ અને શેડને નુક્સાન થયાની ફરિયાદ ભીલાડ પોલીસ મથકમાં નોંધાવી છે. જો કે જર્જરિત દેખાતા શેડમાં ચોમાસામાં ગેસ કીટનો સ્ટોક રાખ્યો હોવાનો કંપનીએ કરેલો દાવો હવે તપાસનો વિષય બન્યો છે. આ લખાય છે ત્યાં સુધી કંપનીમાં આગ કેવી રીતે લાગી હતી તેનું નક્કર કારણ બહાર આવી શક્યું નથી.

મેક્લોઇડ કંપનીના ફાયરના સાધનોથી 500 લિટર ફોર્મનો મારો ચલાવાયો
પાણીથી રબરમાં લાગેલી આગ વધુ પ્રસરતા આકસ્મિક ઘટના સમયે તાત્કાલિક ટીમ સાથે હાજર રહેતા મેકલોઇડ કંપનીના અધિકારી મોબિન શેખ તેની ટીમ સાથે ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. કંપની દ્વારા 500 લીટર ફૉર્મનો મારો ચલાવી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુમાં મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...