હાલાકી:સરીગામની KDB સ્કૂલ સામે લારીગલ્લાથી વિદ્યાર્થીને વિક્ષેપ

ભીલાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી સહિત અનેક હાટડીથી ટ્રાફિકની સમસ્યા

સરીગામ કેડીબી સ્કૂલ સામે કોરાના સમય ગાળાથી લારીગલ્લા અને પાથરણા વાડા દ્વારા જમાવેલ અડ્ડો શિક્ષણકાર્ય ચાલુ થવા છતાં દૂર ન થતાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં વિક્ષેપ પડી રહ્યો છે. શાકભાજી, કપડાં, ચિકન શોપની હાટડી ધમધમતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવી રહી છે. દેશમાં વૈશ્વિક કોરાના મહામારી વચ્ચે દેશમાં બંધ થયેલ શિક્ષણ સંસ્થા ધીમેધીમે પટરી પર આવી રહી છે. શિક્ષણ સંસ્થા બંધ થતાં તેનો ફાયદો ત્રાહિત વ્યક્તિ ઉઠાવી રહી છે.

સરીગામ વિસ્તારમાં 4000 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા કેડીબી હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય સરકારની ગાઈડ લાઇન સાથે આગળ વધી રહ્યું છે. સરીગામ સ્ટેટ હાઇવે પર આવેલી કેડીબી હાઈસ્કૂલ સામે સ્ટેટ હાઇવે પર શાળા બંધ રહ્યા સમયે લારીગલ્લા, પાથરણા અને ચિકન મચ્છીવાડા દ્વારા અડિંગો જમાવી દીધો હતો.

જે અડિંગો શિક્ષણ કાર્ય શરૂ થયાં બાદ પણ દૂર ન થતાં વેચનારાના શોર બકોરથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. આગાઉં માર્ગમકાન ખાતા દ્વારા રોડ કિનારે ઉભા કરાયેલા લારીગલ્લા અને ઝુંપડાને દૂર કર્યા હતા. પરંતુ શિક્ષણ સંસ્થા બંધ રહેતા લારીગલ્લા વાડા એ જમાવડો કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...