તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ધનોલીની સગીરાને લગ્નની લાલચે કામદાર ભગાવી ગયો

ભીલાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીમાં સાથે નોકરી કરતા ઓળખ થઈ હતી

ધનોલીમાં રહેતા કામદાર પરિવાર ની સગીર પુત્રી ને ઝરોલી કંપની માં કામ કરતો કામદાર લલચાવી ફોસલાવી,લગ્ન કરવાની લાલચે કાયદેસરના વાલી પણા માંથી ભગાડી ગયો હોવાની શંકા રાખી ભીલાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધનોલી પંચાયત વિસ્તાર માં કામદાર તેના પરિવાર સાથે રહે છે. કામદાર પરિવારની 16 વર્ષની નાની પુત્રી છ માસ પહેલા ઝરોલી ગામ ખાતે આવેલ પી.એચ.હેલ્થકેર કંપનીમાં નોકરી કરતી હતી.પરંતુ તેણીની કંપનીમાં કામ કરતા કામદાર તપન દાવજી ઘોસ સાથે મળી ગઈ હતી.

જે અંગેની જાણ તેણી ના પરિવાર ને થઈ જતા પુત્રી ને કંપની માં કામ પર જતાં રોકી દીધી હતી.સગીર પુત્રી એ ઝરોલી ની કંપની છોડ્યા દમણ કચિગામ કંપની માં કામ પર જઈ રહી હતી.25 મી ડિસેમ્બર ના રોજ સગીર પુત્રી સવારે 7 કલાકે ઘરે થી કંપની માં જવા નીકળી ગઈ હતી.જે સાંજે પરત ન ફરતા પરિવાર ચિંતા માં મુકાયું હતું.

પરિવાર દ્વારા આજુબાજુ સગા સંબંધી ની ત્યાં શોધખોળ કરી હતી.પરંતુ પુત્રી નો પતો ન મળતા 26મી ડિસેમ્બર ના રોજ ભીલાડ પોલોસ મથક માં તપન ઘોસ સામે શંકા રાખી પુત્રી ને લલચાવી,ફોસલાવી,લગ્ન કરવાની ઇરાદે,અપહરણ કરી હોવાની ભીલાડ પોલીસમાં તેણી ના પિતા એ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો