તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સરીગામ સ્ટેટ હાઇવે ત્રણ રસ્તા પર સર્કલ મૂકવા માગ

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતોને રોકવા સ્પીડબ્રેકર જરૂરી

ભીલાડથી સરીગામ જતા સ્ટેટ હાઇવે પર જીઆઇડીસીના બાયપાસ માર્ગ ત્રણ રસ્તા પર માર્ગના ઢોળાવના લીધે વારંવાર અકસ્માતો અને ટેન્કરો પલ્ટી મારવાના બનાવો બની રહ્યા છે. સરીગામ કનાડુ સ્ટેટ હાઇવેના માર્ગનું નવીનીકરણ પહેલા અકસ્માત રોકવા સર્કલ કે સ્પીડ બ્રેકરનું નિર્માણ કરવાની માંગ વહન ચાલકો માં ઉઠી છે.

ભીલાડ હાઇવેથી સરીગામ બાયપાસ અને સરીગામ બજાર વિસ્તારમાં જતા વાહનો સાથે તે દિશામાંથી હાઇવે તરફ જતા વાહનો સાથે ભટકાતા અકસ્માતોનું નિર્માણ થઇ રહ્યું છે. કોઈ સામાજિક સંસ્થા દ્વારા અકસ્માત ઝોન બનેલા માર્ગ પર સર્કલ બનાવવાની તૈયારી બતાવી હતી. પરંતુ આ વાતને વર્ષો વહી ગયા છતાં સર્કલનું નિર્માણ ન થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી ભીલાડ ફણસામાર્ગનું નવીનીકરણ થાય તે પહેલાં અકસ્માત રોકવા સર્કલ કે સ્પીડ બ્રેકર બનાવવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો