તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મરોલી કોસ્ટલથી માંડા સુધીના હાઇવે પર સ્ટ્રીટ લાઈટની માગ

ભીલાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અવાર નવાર અકસ્માતો થતા મંત્રી સામે રજૂઆત

મરોલી કોસ્ટેલ હાઇવેથી માંડા લાઈબેરી સુધીના સ્ટેટ હાઇવે પર રાત્રી દરમ્યાન અકસ્માતમાં નિર્દોષ વાહન ચાલકો જીવ ગુમાવતા તેને રોકવા માર્ગ પર સ્ટ્રીટ લાઈટ ઉભી કરવા મરોલીના માજી સરપંચ રાજેશભાઇ કેણીએ મંત્રી રમણલાલ પાટકરને રજુઆત કરી છે.

ઉમરગામ તાલુકાના મરોલી, સરઈ થઈ ભીલાડને જોડતો સ્ટેટ હાઇવે આવેલો છે. જે સ્ટેટ હાઇવે મરોલી, ઘોડિપાડા, સરઈ, મમકવાડ, માણેકપોર, માંડા પંચાયત વિસ્તારમાંથી પસાર થાય છે. ઝસ્ટેટ હાયેવ પર શિયાળ અને વરસાદી ઋતુમાં રાત્રી દરમ્યાન ઘોર અંધકાર છવાઈ જતા રખડતા ઢોરો રોડ પર અડીંગો જમાવી બેઠા હોય છે. આ સ્ટેટ હાઇવે પરથી નારગોલ, સરોન્ડા, તડગામ સહિત સ્ટેટ હાઇવે પસાર થતાં ગામોના વાહન ચાલકો સરીગામ જીઆઇડીસી, ભીલાડ રેલવે સ્ટેશન કે ભીલાડ હાઇવે પર પહોંચવા માટે ઉપયોગ કરી રહ્યા છે.

આ માર્ગ પર રાત્રી દરમ્યાન અડીંગો જમાવી બેઠેલા ઢોરો સાથે અકસ્માત થતાં વાહન ચાલકોને નાની મોટી ઇજા પોહચી રહી છે. કેટલાક વાહન ચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માત પર અંકુશ મુકવા માટે માર્ગ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા સમરસ મરોલી ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજેશભાઇ કેણીએ મંત્રી રમણલાલ પાટકરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો