હાલાકી:વલવાડામાં જર્જરિત પાણીની ટાંકીથી સ્થાનિકો માટે જોખમ

ભીલાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ સરપંચે પુરવઠા વિભાગનું ધ્યાન દોર્યું

ઉમરગામ તાલુકા ના વલવાડા પંચાયત વિસ્તાર ના સીમતળાઈ ફળિયા ખાતે 20 વર્ષ પૂર્વે પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉંચી પાણી ની ટાંકી નું નિર્માણ કર્યું હતું.જે ટાંકી નો પાણી નો ઉપયોગ ફળિયા ના 60 થી વધુ પરિવારો કરી રહ્યા છે.ટાંકી માનવ વસ્તી વચ્ચે અને મંદિર ની બાજુ માં રહેતા લોકો માટે જાન નું જોખમ ઉભું થયું છે.

જૂની અને જર્જરિત બનેલ પાણી ની ટાંકી ગમે તે ક્ષણે તૂટી પડવાની સંભાવના લઈ વલવાડા પંચાયત ના પૂર્વ સરપંચ જયેશભાઇ પટેલે પાણી પુરવઠા વિભાગ ને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી.જો કે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ ની ગંભીરતા ન લઈ કોઈ કાર્યવાહી કરી નથી.

માનવ વસ્તી વચ્ચે ઉભી કરાયવલી ટાંકી પડે તો મોટી હોનારત સર્જી શકવાની શકયતા ને લઈ માજી સરપંચે જયેશભાઇ પટેલે જિલ્લા કલેકટર ને લેખિત ફરિયાદ કરી લાગતા વળગતા અધિકારી ઓ ને કાર્યવાહી કરવા સૂચના આપવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...