તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકો ઉમટી પડ્યાં:ફણસાની BOB શાખામાં ગ્રાહકો કતારબંધ ઉભા રહેતા સોશયલ ડિસ્ટન્સના ધજાગરા

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ઉઘડતા દિવસે વિવિધ કામો માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યાં હતા

ફણસા ગામ ખાતે આવેલી બેન્ક ઓફ બરોડા શાખા માં પાંચ ગામ થી વધુ ગામો ના 20 હજાર થી વધુ ગ્રાહકો છે.બેન્ક માં ગ્રાહકો લગોલગ ઉભા રહેતા સરકાર ની કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. આરોગ્ય વિભાગ ના કોરાના સંક્રમણ રોકવા રાત દિવસ ની મહેનત પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે.

ઉમરગામ તાલુકા ના ફણસા ગામ ખાતે બેન્ક ઓફ બરોડા ની શાખા કાર્યરત છે.જે બેન્ક માં ફણસા,બિલિયા,કનાડુ,કલગામ,સરીગામ,મરોલી, કાલાઇ સહિત અન્ય ગામો મળી 20 હજાર થી વધુ ગ્રાહકો ખાતા ધરાવે છે.જેમાં સરકારી કર્મચારી, વિધવા પેન્શન,જનધન યોજના, બચત ખાતા તથા ચાલુ ખાતા, વિદ્યાર્થીઓ ના શિષ્યવૃત્તિ ઓનો પણ સમાવેશ થાય છે. પાંચગામ થી વધુ ગામોના ગ્રાહકો ના બેન્ક માં ખાતા હોવાના ના લીધે બેન્ક દિવસ દરમ્યાન ગ્રાહકો થી ભરેલી રહે છે.બેન્ક શાખા માં અપૂરતી જગ્યા ને લઈ ગ્રાહકો કતાર લગાવી ઉભા રહેતા સોસીયલ ડિસ્ટનસ ના ધજાગરા ઉડી રહ્યા છે.સરકારનું આરોગ વિભાગ કોરાના સંક્રમણ રોકવા રાત દિવસ મહેનત કરી રહી છે,તેના પર પાણી ફરી રહ્યું હોય તેવા દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે. બેન્ક માં ઓછો સ્ટાફ ને લઈ ગ્રાહકો ના કલાકો સુધી ઉભા રહેવાની ફરજ પડી રહી છે.વીજ કાપ રહેતાં અન્ય કોઈ વીજળી માટે વ્યવસ્થા ન રહેતા ગ્રાહકો ગરમી માં સેકાઈ રહ્યા છે.

બેન્કમાં લેવડદેવડ માટે આવતા ગ્રાહકો ભય સાથે કતારો માં ઉભા રહી પોતાના કામો નિપટાવી રહ્યા છે.બેન્ક શાખા ના મેનેજર સામે આવા દ્રશ્યો ઉભા થવા છતાં શોસિયલ ડિસ્ટન્સ જાળવવા કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...