અકસ્માત:સરીગામમાં ટ્રક અડફેટે દંપતિ-પુત્રીને ગંભીર ઇજા

ભીલાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મુકી છૂ

સરીગામ જીઆઇડીસી નારગોલ ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે સ્કૂટરને પાછળથી ટક્કર મારતા સ્કૂટર પર સવાર પતિ,પત્નિ અને પુત્રીને ગંભીર ઇજા પહોચતાં દમણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભીલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નાની દમણ દાભેલ ખાતે ચાલીમાં રહેતા શુબોધકુમાર શાહ તેની પત્ની મમતાકુમારી શાહ અને પાંચ વર્ષની નાની પુત્રી સાથે 3જી ઓક્ટોમ્બરના રોજ સવારે 11 કલાકે મોટરસાયકલ DD.03.M.834 પર સરીગામ ખાતે ડોકટરની સારવાર માટે આવી રહ્યા હતા. તે દરમ્યાન બપોરે 1 કલાકે સરીગામ જીઆઇડીસી નારગોલ ચાર રસ્તા પાસે ટ્રક નં.GJ.15.UU.0692ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આગળ જતાં બાઇકમાં ધડાકાભેર ટક્કર મારી હતી.

અકસ્માતમાં ત્રણેય સવાર રોડ પર પડતા ચાલક સુબોધ શાહને પગમાં, પાંચ વર્ષની પુત્રીને પગ અને માથાંમાં ઇજા પહોચી હતી. જ્યારે સગર્ભા મમતા કુમારીને શરીરે નાની મોટી થઇ હતી. પુરા પરિવારને સારવાર માટે દમણ મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રકચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે મમતાકુમારી સુબોધ શાહએ ભીલાડ પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...