લોલમલોલ:સરીગામમાં સ્લેબ લેવલ પર પહોંચેલા નાળાનું બાંધકામ ફરી તોડતા વિવાદ

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ હાઇવે પર ચાલતા કામમાં લોલમલોલની શંકા
  • વાહનચાલકોને ટ્રાફિક જામથી છુટકારો ન મળતા રોષ

સરીગામ સ્ટેટ હાઇવે પર કેડીબી હાઇસ્કૂલ પાસે નહેર પર નાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે બાંધકામ સ્લેબ સુધી પોહચ્યાં બાદ ફરી તેને દૂર કરાતા વાહન ચાલકોને ટ્રાફિક જામથી જલદી છુટકારો ન મળવાને લઈ વાહનચાલકો લાલઘુમ બન્યા છે.

સરીગામથી ફણસા જતાં સ્ટેટ હાઇવે પર કેડીબી હાઇસ્કૂલ પાસે નહેર પરનું જૂનું જર્જરિત નાળુ દૂર કરી તેના સ્થાને નવા નાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ટુ માર્ગીય માર્ગને એક માર્ગથી ડ્રાઇવર્ટ કરાતા ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે. છેલ્લા એક માસથી ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થતાં વાહન ચાલકો નાળાનું બાંધકામ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

નાળાનું બાંધકામ સ્લેબ લેવલ સુધી પહોચતાં સ્ટીલનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટીલનું કામ પૂર્ણ થતાં સ્લેબ ભરવાની પ્રકિયા પહેલા ફરી સ્ટીલનું કામ દૂર કરી સિમેન્ટના બાંધકામને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. એક માસની કામગીરી બાદ બાંધકામ દૂર કરાવતા બાંધકામ ખાતાની લાપરવાહી સામે આવી રહી છે. બાંધકામ ખાતાની લાપરવાહીનાં લીધે વાહન ચાલકોને હજુ વધુ સમય સુધી ટ્રાફિક જામમાંથી પસાર થવાની ફરજ પડશે. જે લઈ વાહન ચાલકોમાં રોષ છે.

સરીગામ-ફણસા સ્ટેટ હાઇવે પર નહેર પરના જૂના નાળાને ઊચું કરી પાકું આરસીસી નાળુ બનાવવાના મથંરગતિએ ચાલી રહેલા કામને લઇ સ્થાનિક લોકોમાં અનેક શંકા કુશંકા છે વળી સ્લેપનું કામ પુરૂ થયા બાદ તેને તોડી પાડવા પાછળનું કારણ કામમાં બેદરકારી હોવાનું લોકો માની રહ્યા છે. અહીં કામ ઝડપથી પૂર્ણ થાય તો હજારો વાહન ચાલકોને રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...