તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:ઉમરગામમાં કોરાના ગામડા સુધી પહોંચતા લોકો ચિંતિત

ભીલાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિ.માં બેડ ખાલી જ નથી

ઉમરગામ તાલુકામાં કોરાના વાયરસની બીજી ઇનિંગથી લોકોને હચમચાવી નાખ્યા છે. કોરાના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં જવાના બદલે ખાનગી હોસ્પિટલ તરફ દોડ મૂકી છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં હાઉસ ફૂલ બેડના લીધે કોરાના દર્દીની હાલત કફોડી બની છે. લેબોમાં પ્રતિ રોજ દર્દીઓના આરટીપીસીઆર કોરાના રિપોર્ટ પોઝીટીવ આવી રહ્યા છે. જે ચિંતા વધારી છે. જો કે સરકારી ચોપડે નોંધ ન થતાં કોરાના દર્દીનો સાચો આંકડો બહાર આવી રહ્યો નથી.

પરંતુ ઉમરગામ તાલુકાના કોરાના દર્દીની સંખ્યા ખુબજ વધી ગઈ હોવાનું બહાર આવી રહ્યું છે. ખાનગી હોસ્પિટલમાં તાવ ખાંસીનો દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જેઓ ડોકટરની દવા લઈ ઘરે પરત ફરી રહ્યા છે. જો કે સરકારી ચોપડે કોરાના દર્દી ઓ આંકડો અને જમીની હકીગત અલગ છે. ગામડાના સારા ઘરના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેના લીધી ખાનગી હોસ્પિટલમાં કોરાના દર્દી ઓની સંખ્યા ખૂબ વધુ હોવાની હકિકત બહાર આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...