તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઉમરગામ તાલુકામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવા બદલ 6 સામે ફરિયાદ નોંધાઇ

ભીલાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રાળપટી જૈન યુવા ફોરમે ટુર્નામેન્ટ યોજી હતી

વલવાડા સંઘાડી ગ્રાઉન્ડ પર 27મી ડિસેમ્બરના રોજ શ્રી રાળપટી જૈન યુવા ફોરમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજક દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી ન મેળવતા ભીલાડ પોલીસે સાત આયોજક સામે ગુનો નોંધ્યો છે.ઉમરગામ તાલુકાના વલવાડા સંઘાડી ફળિયા ખાતે ક્રિકેટ મેદાન પર શ્રી રાળપટી જૈન યુવા ફોરમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.

જેમાં આયોજક દ્વારા સક્ષમ અધિકારીનું પ્રમાણ પત્ર મેળવ્યા વિના ઘણા લોકોને ભેગા કર્યા હતા. ચેરમેન અને સભ્યોને કોરાના વાયરસનો ફેલાવો અંગે જાણકારી હોવા છતાં જાહેર નામાંનો ભંગ કરતા નમન મુકેશ શાહ (26) (રે,વલવાડા), મોહિત બાબુલાલ શાહ (વય,24,રે,વાપી ટાઉન), અંકુશ શાંતીલાલ શાહ (વય,25,રે.ખતલવાળા), મિહિર કમલેશ શાહ(ભીલાડ), દર્શન હરેશ શાહ (અચ્છારી), યશ અશોક શાહ (ખતલવાડા) સામે ભીલાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ઉમરગામ તાલુકા ક્રિકેટ આયોજન પર પ્રથમ ગુનો નોંધાયો છે. ક્રિકેટ રમત રમતા ગુનો નોંધાતા ક્રિકેટ રસિયાઓમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હજી પણ જિલ્લામાં ભણેલા લોકો જ કોવિડ નિયમના ધજાગરા ઉડાવતા નજરે પડી રહ્યા છે. જોકે પોલીસ બાજ નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો