તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ભીલાડમાં પત્ની ને માર મારનાર પતિ સામે ફરિયાદ

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • મહિલા વાપીમાં બ્યુટીપાર્લર ચલાવે છે

ભાસ્કર ન્યૂઝ|ભીલાડ ભીલાડમાં પતિએ નજીવી બાબતે પત્ની સાથે ઝઘડો કરી મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે.ભીલાડ બજાર પૂર્વમાં પટેલ જીમખાનાની બાજુમાં 35 વર્ષીય મહિલા ફર્જાના હૈદર ખાન (વય,35) તેમના પરિવાર સાથે રહે છે અને વાપી ઝંડા ચોક ખાતે બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાના પરિવારમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. 25 માર્ચે મહિલા રસોઈ બનાવી રહી હતી ત્યારે તેનો પતિ અચાનક આવી ચઢી મોપેડ ની માગ કરી હતી. જે મહિલાએ આપવા ના કહેતા પતિ હૈદરે પત્ની સાથે ઝઘડો કરી નાલાયક ગાળો આપી, ઢીક્કા મુક્કીનો મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મોપેડને નુકશાન કરી મોબાઈલ તોડી નાખ્યો હતો. મહિલાને મારવા બહાર થી હથોડો લઈને આવતા મહિલા છુપાઈ ગઈ હતી. પતિ હૈદરે વાપી દુકાન પર આવી દુકાનને પણ નુકશાન પહોંચાડવાનું કહેતા પત્ની એ પતિ હૈદર સામે ભીલાડ મથક માં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો