હોબાળો:સરીગામની હેર ક્યુલસ કંપનીને પ્રદૂષણ મુદ્દે ક્લોઝર

ભીલાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ લાલ પાણી છોડતા હોબાળો થયો હતો

સરીગામ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતી ગટરમાં 15 નવેમ્બરે વહેતા થયેલા લાલ કલરના પ્રદૂષિત પાણી મુદ્દે હોબાળા થતા જીપીસીબીના અધિકારીઓએ લીધેલા સેમ્પલમાં આ પાણી હેરકલૂસ કંપનીનું હોવાનું પુરવાર થતા જીપીસીબીએ કંપનીનું ઉત્પાદન હાલ બંધ કરાવી દીધું છે.

સરીગામ જીઆઈડીસીનાં એકમોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી ડ્રેનેજ લાઇન મારફતે સીઈટીપીમાં પહોચાડવાનું હોય છે. જ્યાં ટ્રીટ કરી પાણી તળગામના દરિયામાં છોડવામાં આવે છે.15 નવેમ્બરે પ્લોટ નંબર 7 પર આવેલા ચેમ્બરમાંથી લાલ કલર યુક્ત પાણી બહાર નીકળી ગટરમાં વહેતા સરીગામનાં ઉદ્યોગપતિઓએ જીપીસીબીને ફરિયાદ કરી હતી.

હરકતમાં આવેલી જીપીસીબીની ટીમે સ્થળ પર જઇ ખુલ્લા વહેતા પાણીનાં સેમ્પલ લીધા હતા.અને આજુબાજુ આવેલી કલરનાં પ્રોડોક્ટ સાથે સંકળાયેલી કંપનીમાં જઇ પાણીનાં સેમ્પલ લઈ ગટરમાં છોડેલા પ્રદૂષિત પાણીના સેમ્પલ સાથે મેચ કરતા આ પ્રદૂષિત પાણી સરીગામ જીઆઈડીસી ફણસા ચાર રસ્તા પર આવેલી હેરક્લુસ પિગમેંટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું હોવાનું બહાર આવ્યું હતું.જીપીસીબીએ આ અંગેનો રિપોર્ટ વડી કચેરી ગાંધીનગરને મોકલી આપ્યો હતો.

અને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર ફટકારી ઉત્પાદન બંધ કરવ્યું હતું. વાપી, ઉમરગામ તેમજ સરીગામ જીઆઇડીસી સહિત જિલ્લામાં કેટલીક કંપનીઓ જળપ્રદૂષણ તેમજ વાયુપ્રદૂષણ કરતા લોકોને શુદ્ધ હવા-પાણી મેળવવામાં મુશ્કેલી થાય છે આવી કંપનીઓ સામે કડક પગલા ભરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...