સરીગામ GIDCમાં એન્જિનિયરિંગ ઝોનમાં આવેલી કેયુમ ઓર્ગેનિક કંપની દ્વારા કંપનીનો વેસ્ટેઝ ટ્રકમાં ભરી મહેસામા અને અમદાવામાં નિકાલ કરતા ઝડપાઇ ગયા બાદ જીપીસીબીની અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.
સરીગામની કેમિકલ કંપનીનું વેસ્ટ મહેસાણા વિસ્તારમાંથી ઝડપાયા બાદ વધુ એક કંપનીનું અમદાવાદ ખાતે સોલિડ વેસ્ટ ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સરીગામના એન્જિનિયરિંગ ઝોનમાં આવેલી કેયુમ ઓર્ગેનિક કંપનીનો વેસ્ટેઝ બેરલમાં ભરી ટ્રક મારફતે અમદાવાદ તરફ જતા અમદાવાદમાં અધિકારી દ્વારા ઝડપી પાડ્યું હતું.
અમદાવાદની જીપીસીબીની વડી કચેરીના આદેશ બાદ સરીગામ જીપીસીબીના અધિકારી રાજેશ મહેતા અને તેની ટીમ કેયુમ ઓર્ગેનિક કંપનીમાં જઈ તપાસ કરતા વેસ્ટેઝનો યોગ્ય સ્થળે નિકાલ ન થયો હોવાનું બહાર આવ્યું હતું. જે લઈ કંપનીને 29મી જુલાઈએ તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે.
ખર્ચો ઘટાડવા વેસ્ટનો બારોબાર નિકાલ
કેમિકલ કંપનીનો નીકળતો સોલિડ વેસ્ટના નિકાલ માટે જીપીસીબી દ્વારા યોગ્ય પ્રોસેસ સાથે યોગ્ય સ્થળે નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ કંપની દ્વારા જીપીસીબીની ગાઈડ લાઇન મુજબ નિકાલ કરતા મોટો ખર્ચ ઉઠાવવો પડે છે. ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો રળી લેવા માટે એકમ સંચાલકો કેમિકલ માફિયાની મદદ લઈ યોગ્ય તરકીબ અજમાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.