મુશ્કેલી:નાહુલી દારૂઠા ખાડી પર બ્રિઝનું કામ અધૂરૂ

ભીલાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં લોકોને આ બ્રિઝ પર મુશ્કેલી પડશે

કરમબેલા હાઇવેથી પસાર થતી દારૂઠા ખાડી પર અણગામ અને નાહુલી ને જોડતો લો લેવલ બ્રિઝને 3 કરોડના ખર્ચે ઊંચો કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેનું કામ 6 માસમાં પણ પૂર્ણ ન થતાં ચોમાલામાં ખેડૂતો,સ્થાનિકો, કામદારો અને વાહન ચાલકોને લાંબો ચક્રાવ લેવાની ફરજ પડે તેવી સ્થિતિ હાલ બની છે.દારૂઠા ખાડી પર નાહુલી અને અણગામ ને જોડતો લો લેવલ જૂનો અને જર્જરિત પુલ આવેલો હતો.જે પુલ ચોમાસામાં ડૂબી જતો હતો જેના કારણે લોકો માટે બિન ઉપયોગી બની રહ્યો હતો.

લો લેવલ બ્રિઝ ને ઊંચો કરવા માટે 3 કરોડ ની ફાળવણી કરી હતી. જેનું કામ હાથ ધરતા સરીગામથી વાપી જીઆઇડીસી જતો વાહન વ્યવ્હાર ડ્રાઇવર્ટ કરવામાં આવ્યો છે.હાલ ચોમાસુ શરૂ થઇ ગયુ છે.પરંતુ પુલનું કામ મંદ ગતિએ ચાલતા વાહન ચાલકોને ટૂંકા અંતર ના માર્ગ ની સુવિધા થી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.સ્થનિકો બાકી રહેલ પુલ ની કામગીરી ઝડપભેર પૂર્ણ કરાય તેવી માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...