ઉમરગામ તાલુકા તાલુકા પંચાયતનાં પ્રમુખ રમેશભાઇ ધાડગા 16મી મેએ ઝરોલી પં.નાં નવા મકાનનાં આવેલી ફરિયાદ બાદ નિરીક્ષણમાં ગયા હતા. મકાનમાં ટાઈલ્સ તૂટેલી, બાથરૂમનો દરવાજો બંધ ન થવો તથા નળ સાથે પાણીનું ટાકીનું જોડાણ ન કરતા ઇજનરેને ફોનથી વાકેફ કર્યા હતા.
ત્યાર બાદ 18 મી મેએ ધમકી ભર્યા સ્વરમાં હું સંગઠન માંથી બોલું છું. પ્રમુખ તરીકે નવા છો,તને નોલેજ નથી. સંગઠન સાથે કેવી રીતે રહેવું,બે મિનિટમાં પ્રમુખ પદેથી ઉતારી મુકવાની તાકાત ધરાવું છું હું સંગઠનનાં ટોચનાં નેતા સાથે બેઠો છું. હમણાં તમારા પર ફોન આવશે હોવાની ધમકી મળી હતી.
જે ઉપરોક્ત મળેલ ધમકીને લઈ તા.પં.નાં પ્રમુખ રમેશભાઇ ધાંગડા એ ભીલાડ પોલીસ મથકમાં ગિરિરાજ જાડેજા (બીજેપી સંગઠનનો વ્યક્તિ,રે.વાપી) વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં અરજી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.