કાયમી ઉકેલ:ભીલાડ રેલવે ગરનાળામાં ખખડધજ માર્ગના સ્થાને આરસીસી બનાવ્યો

ભીલાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજારો વાહનોની અવરજવરને ધ્યાનમાં લઇ પંચાયતની દૂરંદેસી

ભીલાડ રેલવે ગરનાળાનો માર્ગ ભારે વરસાદમાં ધોવાઇ જતા 15 દિવસ થી બંધ પડ્યો હતો. અંતે ભીલાડ પંચાયતે બિસ્માર માર્ગ પર આરસીસી કામ કરતા વાહન ચાલકોને રાહત અનુભવી છે. ભીલાડ રેલવે ગરનાળા છેલ્લા 15 દિવસથી બંધ રહેતા ટ્રાફિક ભારણ ભીલાડ રેલવે ફાટક તરફ ફંટાતા ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે.પ્રતીરોજ ભીલાડ રેલવે ફાટકથી સરીગામ સનસિટી સુધી વાહનનોની કતાર લાગી રહી છે.જેના લીધે સરીગામ ઓદ્યોગિક એકમોમાં આવતા લોકોએ અન્ય માર્ગ તરફ ડ્રાઈવર્ટ થયા છે.

વાહન ચાલકોને પડતી મુશ્કેલી અને પ્રતિ રોજ ભીલાડમાં ટ્રાફિક જામની સમસ્યાને લઈ ભીલાડ પંચાયતે માર્ગનું મરામત કામ હાથ ધર્યું હતું.કપિલ જાદવ અને રાજેશ વારલીની રાહબરી હેઠળ સતત બે દિવસની મહેનત થકી આરસીસીમાર્ગ તૈયાર કર્યો હતો.બે રેલવે ટ્રેક વચ્ચે માત્ર માટી અને પથ્થરનાં પુરાણ થકી તૈયાર કરેલો માર્ગ વરસાદમાં સંપૂર્ણ નાશ થયો હતો.જે બિસ્માર માર્ગની જગ્યાએ આરસીસી માર્ગ તૈયાર કરી દીધો છે. હવે વાહનો માટે આ માર્ગ ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાંઆવે તેવી શક્યતા છે.માર્ગ આરસીસી બનાવાતા વાહન ચાલકોને રસ્તા બંધની સમસ્યાથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...