તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ભીલાડ ફાટક હવે 12મી સુધી બંધ આગેવાનોએ કામનું નિરીક્ષણ કર્યું

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પહોળો કરવાના કામ માટે મુદ્દત વધારવી પડી

પ્રશ્ચિમ રેલવેનો ભીલાડ રેલવે સ્ટેશન નજીક દક્ષિણ ભાગે આવેલ રેલવે ફાટક ન.73 માર્ગ મરામત અર્થે રેલવે વિભાગ દ્વારા 3જી ઓગસ્ટથી 9મી ઓગષ્ટ સુધી બંધ રાખ્યો હતો. માર્ગનું કામ અધૂરું રહેતા રેલવે ફાટક 12મી ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભીલાડ રેલવે ફાટક ભીલાડ ને.હા.48થી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ તથા અંજુબાજુ ગામોમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝના વાહનનો આ માર્ગ પરથી પસાર થાય છે. રેલવે ફાટક માર્ગ પર બે મોટા વાહનો સહેલાઇથી પસાર ન થઈ શકતા હતા.

જેના લીધે રેલવે ફાટક પર વાહનોની લાંબી કતારો લાગી રહી હતી. રેલવે વિભાગ દ્વારા રેલવે ફાટક માર્ગને બે ફૂટ પહોળો કરતા મરામતના વધુ કામને લઈ રેલવે ફાટકને વધુ ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જે રેલવે ફાટક 12મી ઓગષ્ટના રોજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે. જિલ્લા પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર્તા ભરતભાઇ જાદવે રેલવે સ્ટેશનના અધિકારી સાથે રેલવે ફાટકના મરમાતના કામ અંગે 10મી ઓગષ્ટના રોજ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અને વાહન ચાલકોને પડી રહેલ મુશ્કેલી અંગે કામમાં ઝડપ લાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...