ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 8મી જાન્યુઆરીનાં રોજ સવારે વલસાડ જિલ્લા સાંસદ ડૉ.કે સી પટેલનાં હસ્તે 50 બેડ ક્ષમતા ધરાવતું ઓકસીજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. કોરાનાંની ત્રીજા વેવને ધ્યાનમાં રાખી ઓકિસન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.
ભીલાડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉમરગામ તાલુકા વિસ્તારનાં ફણસા, અંકલાશ, વલવાડા, સરઈ અને મરોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાનાં દર્દીઓ સારવાર માટે આવે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુ આવેલા ભીલાડ, સરીગામ, ડહેલી પંચાયત વિસ્તારમાં સરીગામ ઓદ્યોગિક વસાહત, ભીલાડ અને ડહેલી પંચાયત વિસ્તારમાં આવેલા ઓદ્યોગિક એકમમાં કામ કરતા હજારો પરિવારો તથા કોરાનાંની બીજી વેવમાં હોસ્પિટલમાં ઓકસીજનની પડેલ અછતને ધ્યાનમાં લઇ ઓકસીજન પ્લાન્ટ નાખવા જિલ્લા સાંસદ ડૉ.કે.સી.પટેલ દ્વારા ઓકિસજન પ્લાન્ટ માટે ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ.30 લાખની ગ્રાન્ટ ફાળવણી હતી.
જે ગ્રાન્ટ થકી ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 250 એમપીએલ (મિનિટ પર લીટર) ક્ષમતા ધરાવતું ઓકસીજન પ્લાન્ટ બનીને તૈયાર થતાં શનિવારે જિલ્લા સાંસદ ડૉ.કે.સી.પટેલે રીબીન કાપી દર્દી માટે ખુલ્લો મૂક્યો હતો. જે ઑક્સિજન પ્લાન્ટ 50 બેનાં દર્દીને 24 કલાક ઓકસીજન પૂરો પાડશે.
ઓકસીજન પ્લાન્ટનાં લોકાર્પણ પ્રસંગે ઉમરગામ તાલુકા ધારાસભ્ય રમણ પાટકર, જિલ્લા બાંધકામ શાખા નેહલ પટેલ, ચેરમેન મુકેશ પટેલ, જિલ્લા પં સભ્ય ભરત જાદવ, તા.પં. પ્રમુખ રમેશ ધાડગા, ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી, ચિંતન પટેલ, ઉપ પ્રમુખ પ્રતિમાબેન પટેલ, પિયુષ શાહ, સીએચસીનાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. રૂપેશ ગોહિલ, સરપંચો, તા.પં. સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાઇવે અને રેલવે ટ્રેકની બાજુમાં આવેલું હોવાથી ઈજા પામેલા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે. ઓથોપેડિક ડોકટરનાં અભાવે અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓને માત્ર પાટાપીંડી કરી વલસાડ સિવિલમાં ખસેડવા આવે છે. જે સમય ગાળામાં અનેક દર્દીઓ દમ છોડી દીધાનાં બનાવો સામે આવ્યા હતા.
સરીગામ ઓદ્યોગિક વસાહતનાં લીધે અન્ય રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં કામદાર વર્ગ પરિવાર સાથે આવી સ્થાઈ થયો છે. પરંતુ હોસ્પીટલમાં સ્ત્રી રોગ નિષ્ણાતનાં અભાવે મહિલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત, ફિજીશિયશન અને સર્જનની જગ્યા છેલ્લા કેટલાક વર્ષથી ખાલી પડી છે. હોસ્પિટલમાં ઑક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પણ ડોકટરની જગ્યા ખાલી પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.