વિવાદ:કંપનીમાં કોન્ટ્રાકટ મુદ્દે માંડાના માજી સરપંચ પુત્ર પર હુમલો

ભીલાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અન્ય કરમાં સવાર 5 ઇસમોએ કારની તોડફોડ કરી

સરીગામ જીઆઈડીસીનાં માંડા પ્લાસ્ટિક ઝોનમાં આવેલી વીર મેટલ કંપની સામે 14એપ્રીલે રાત્રે 11.45 કલાકે લેબર કોન્ટ્રાકટની અદાવત રાખી પાંચ ઈસમોએ માંડાનાં માજી સરપંચનાં પુત્રની કારને આંતરી કાર પર પથ્થર મારો કરી ગાળાગાળી કરતા ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સરીગામ જીઆઇડીસીનાં માંડાપ્લાસ્ટિક ઝોનમાં કનેરિયા બિલ્ડિંગ સોલ્યુશન નામની કંપની આવેલી છે.જેમાં માંડાનાં પૂર્વ સરપંચનાં પુત્ર પ્રતીક પ્રભુભાઈ ઠાકરિયા લેબર કોન્ટ્રાકટ ચલાવે છે.

જે લેબર કોન્ટ્રાકટ રાખવાની અદાવતમાં 14એપ્રીલે રાત્રે 11.45 કલાકે માડા વીર મેટલ કંપની સામે રોડ પર ઘર તરફ જતા પ્રતીક પ્રભુભાઈ ઠાકરિયાનીકારને અન્ય કારનાં ચાલકે ઓવરટેક કરી આગળ ઉભી રાખી દીધી હતી.જેમાં સવાર અલ્પેશ સૂખલા ભાઈ આહિર (રે,માંડા) જીનલ નાનુભાઈ આહિર(રે,મોહન ગામ) તથા અન્યો ત્રણ ઈસમો નીચે ઉતરી કારનાં આગળ અને પાછળનાં દરવાજાનાં કાચ પર પથ્થર મારો કરી કાંચ તોડી નાખી ગાળાગાળી કરી હતી. ઘટના અંગે પ્રતીક ઠાકરિયાએ ભીલાડ પોલીસ મથકમાં ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...