હુમલો:કરમબેલા ખાતે મજૂરને દારૂ પીવા પૈસા ન આપતા કુહાડીથી હુમલો

ભીલાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરમબેલા ખાતે આવેલ ટાટા ટેલકો કંપનીમાં મજૂરી તરીકે કામ કરતો મજૂર કમલેશ અનિરુદ્ધ ઉપાધ્યાયએ 7મી જાન્યુઆરીનાં રોજ દારુ પીવા માટે વધુ પૈસા ન આપતા કુહાડી થી દેવરાજ પર હુમલો કર્યો. ભીલાડ પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ કરમ્બેલા ખાતે ટાટા ટેલ્કો કંપની આવેલી છે. જે કંપનીનાં કમ્પાઉન્ડમાં દેવરાજ રામ અવતાર ઉપધ્યાય ચાની લારી ચલાવે છે.

7મી જાન્યુઆરીની મધ્યરાત્રિ 12.10એ કમલેશ ઉપાધ્યાયએ કુરબાન અલી પાસે દારૂ પીવા પૈસા માગતાં રૂ. 1000 આપ્યા હતા.મજૂરી વધુ રૂપિયાની માંગણી કરતા કુરબાન અલી પાસે વધુ પૈસા ન રહેતા નાં પાડી હતી.કમલેશ ઉપાધ્યાયએ ચાની લારી પર પડેલ લાકડા કાપવાની લોખંડની કુહાડી લઈ ઝઘડો કરવા લાગ્યો હતો.ઉછેકેરાઇ જઈ લોખંડની કુહાડીથી ઝઘડો કરતા બચાવવા ગયેલા દેવરાજને પગમાં લાગી જતા ઈજા પહોચી હતી. આ બનાવ અંગે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...