તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ઉમરગામ તાલુકામાં કેરી વિનાના ખેડૂતોને સહાય ચુકવાઇ, મુખ્ય ખેડૂતોની બાદબાકી

ભીલાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલગામના ખેડૂતે CMને લેખિત ફરિયાદ કરી તપાસની માગ કરી

ઉમરગામ તાલુકામાં સરકાર દ્વારા આંબાના ઝાડ વિનાના ખેડૂતોને હજારોમાં નુકશાની વળતર ચૂકવી, નુકશાની વાડા ખેડૂતોની બાદબાકી થતાં કલગામના ખેડૂતે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. ઉમરગામ તાલુકામાં તાઉતે વાવાઝોડામાં ખેડૂતોની આંબાવાડીને ભારે નુકશાન પહોચાડ્યું હતું. આંબા પર લટકતી કેરી નીચે પડી જતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડી હતી. આંબાની કેરી સાથે આંબાના ઝાડો જમીન ધ્વસ્થ થયા હતા. જ્યારે ખેડૂતોએ ખેતરમાં લગાવેલ નાની કલમો જમીન ધ્વસ્થ થતાં તાઉતે વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાંખી હતી.

સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવા જાહેરાત કરતા આંબા વિનાના ખેડૂતો એ સહાય માટે પ્રથમ ફોર્મ ભરી દીધા હતા. ફોર્મ ભરવા માટે માત્ર બેથી ત્રણ દિવસનો સમય આપતા નુકસાની વાળા ખેડૂતો ઉતારા માટે પંચાયત કચેરીના ચકકરો કાપતાં રહ્યા હતા. જ્યારે કેટલાક ખેડૂતોએ ફોર્મ જમા કરાવ્યા હતા.

પરંતુ સરકારની સહાય નો લાભ નુકસાની વાળા ખેડૂતોને નહિ મળ્યો. આંબા વિનાના ખેડૂતોને સહાય મળતા ઉમરગામ તાલુકામાં ભારે ઊહાપોહ મચ્યો છે. ખરેખર નુકસાની ભોગવી રહેલા ખેડૂતો સહાયથી વંચિત રહેતા કલગામ ગામના શિક્ષિત ખેડૂત બાબુભાઇ બારીએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયની યોગ્ય તપાસ કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...