ગ્લોબલ સર્જન સમિટ:વાપીમાં એશિયાની શ્રેષ્ઠ બેરિયાટ્રિક સર્જરી 13 દેશના નિષ્ણાત તબીબો લાઇવ નિહાળી

ભીલાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10-11 જૂને યોજાયેલા સમિટમાં 400 તબીબ જોડાયા

વાપી ખાતે વાપી સર્જન એસોસિએશન દ્વારા તા. 10 અને 11 જૂન ના રોજ ગ્લોબલ સર્જન સમિટ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.સર્જરી લાઈવ પ્રસારણ કરી ,વાપી સર્જન એસોસિયેશન નાં ચેરમેન ડૉ.રાજેશ શ્રીવાસ્તવને 15 સુપર મેજર સર્જરીમાંથી શ્રેષ્ઠ સર્જરી તરીકે ગણના કરી વિશ્વભરનાં નામાંકિત ડોકટરો દ્વારા પ્રસંશા કરી હતી. વાપી ખાતે પ્રથમ વાર ગ્લોબલ સર્જન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ ડોકટરો જોડાયા હતા. એશિયાનાં શ્રેષ્ઠ બેરિયાટ્રિક સર્જન ડો. મુફઝલ લાકડાવાલાએ બેરિયાટ્રિક સર્જરી બતાવી હતી. અને બેરિયાટ્રિક સર્જનની ટેકનિક શેર કરી હતી.

સર્જરીનું લાઇવ પ્રસારણ કરતા મેક્સિકો, રશિયા, ઈટલી, ઈરાન, ગ્રીસ, દક્ષિણ આફ્રિકા, જોર્ડન, અલજેરિયા, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, અલજેરીયા, મોલ્ડોવા દેશોનાં ડોકટરોએ સર્જનનું લાઇવ પ્રસારણ નિહાળી સર્જનની વધુ જાણકારી સાથે ટેકનિક શીખી હતી. 10 અને 11 જૂનનાં રોજ આયોજિત ગ્લોબલ સર્જનનાં દેશ વિદેશનાં નામાંકિત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.વાપી સર્જન એસોિયેશનનાં ચેરમેન ડૉ.રાજેશ શ્રીવાસ્ત દ્વારા ગ્લોબલ સર્જન સમિટનું ઓર્ગેનાઇઝ કરી ત્રણ ત્રણ ઓપરેશન થિયેટરમાંથી સર્જન લાઇવ પ્રસારણ કર્યું હતું.જેમાં હરનીયાં, બેરિયાટ્રિક કોલો જેવી સર્જરીનું લાઇવ પ્રસારણ કરી ડોકટરોને સર્જરીમાં વધુ જ્ઞાન પીરસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...