તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બાયપાસ:મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા RTPCR રિપોર્ટ ફરજિયાત હોવાથી ભીલાડ ચેકપોસ્ટને બાયપાસ કરી છૂપા માર્ગોથી પ્રવેશ

ભીલાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજી લહેરમાં જિલ્લા અને સંઘપ્રદેશમાં કોરોનાના કેસો વધવાનું શરૂ થતા લોકોમાં ડરનો માહોલ
 • સઘન ચેકિંગ - મહારાષ્ટ્રથી આવતા વાહનોનો ચેકપોસ્ટ પર જમાવડો

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરાનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં કોરોનાનો પગપેસરો રોકવા ભીલાડ આરટીઓ પર જિલ્લા આરોગ્ય વિભાગ મુસાફરોનું ટેમ્પરેચર સ્કેનિંગ કરી રહ્યું છે. 72 કલાક સુધીનો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ વિનાના મુસાફરોને પરત મોકલવામાં આવી રહ્યા છે. તેમ છતાં અન્યો માર્ગો ખુલ્લા રહેતા મુસાફરો સહેલાઇ થી ગુજરાત માં પ્રવેશી રહ્યા હોય સંક્રમણ વધી શકે છે.મહારાષ્ટ્ર રાજ્યમાં કોવિડ 19ના સંક્રમણ વધતા ભીલાડ નજીક આરટીઓ ચેકપોસ્ટ પર તપાસ સઘન બનાવી છે. જિલ્લાની પોલીસ સાથે રાખી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું ટેમ્પરેચર સ્કેનિંગ સાથે જરૂરી વિગતો નોંધવા ત્રણ ટીમ તૈનાત કરી છે.

મુસાફરો પાસે 72 કલાકનો આરટીપીસીઆર રિપોર્ટ સાથે નહિ હોઈ તેવા મુસાફરો પર પ્રવેશ બંધી ફરમાવી છે. જે લઈ ભીલાડ આરટીઓ પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ કોઈ પણ મુસાફરો સ્કેનિંગ વિના રવાના નહિ થાય તેની પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. જો કે રવાના કરવામાં આવેલા મુસાફરો મહારાષ્ટ્ર પરત ફરે તેની કોઈ ગેરેન્ટી નથી. અન્ય માર્ગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં લોકો પ્રવેશતા હવે વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો વધવાની સંભાવના છે. અન્ય માર્ગો પર સંઘન ચેકિંગ જરૂરી છે.

આમગામ, તલવાડા ઝરોલી રોડથી પ્રવેશ
ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ તથા 72 કલાકનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ ફરજિયાત માંગી રહ્યા છે પણ મહારાષ્ટ્રથી આવતા કેટલાક મુસાફરો આંતરિક માર્ગે ભીલાડ આરટીઓ પહેલા નંદીગામ તલવાડા હાઇવે ચાર રસ્તા થી મલાવ ફાટક થઈ ભીલાડ ઉમરગામ સ્ટેટ હાઇવે પર પહોચી પ્રવેશી રહ્યા છે. ઉપરાંત આમગામ ફાટક,તલવાડા ઝરોલી રોડના છીંડા પણ ખુલ્લા મુકાયા છે.જે માર્ગે પણ મહારાષ્ટ્ર રાજ્યના લોકો પ્રવેશવાની શકયતાથી સંક્રમણ વધવાની ભીતિ રહેલી છે.

ભીલાડ RTO ચેકપોસ્ટ પાસે મહારાષ્ટ્રથી આવતી કારોની સંખ્યા વધી
ભીલાડ RTO ચેકપોસ્ટ પાસે મહારાષ્ટ્રથી આવતી કારોની સંખ્યા વધી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો