તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વલસાડ જિલ્લામાં ધર્માંતરણ રોકવા VHPનું આવેદન પત્ર

ભીલાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી

ઉમરગામના મરોલી દાંડી ગામ ખાતે હિન્દૂ પરિવારના છ સભ્યો ધર્માતરણ કરી ખીસ્તી ધર્મ અંગીકાર કરતો વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થતાં હિન્દૂ સંગઠન ખીસ્તી મિશનરીનું ષડયંત્ર રોકવા વલસાડ જિલ્લામાં સતત પયત્ન કરી રહી છે. મરોલી દાંડીના બારી સમાજના 6 સભ્યો પાદરી સમક્ષ હોજમાં ડૂબકી મારી ખીસ્તી ધર્મ અંગીકાર કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

જેઓ સ્થાનિક હોવાનું જણાતા અંદાજિત 40થી વધુ પરિવારો હિન્દૂમાંથી ખીસ્તી ધર્મ અંગીકાર કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે.ખીસ્તી ધર્મ અંગીકાર કર્યા બાદ પણ સરકારની હિન્દૂ ધર્મની વિવિધ જાતિમાં સમાવેશ સહાયનો લાભ મેળવી રહ્યા હોવાનુ બહાર આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દૂ સમાજના અગ્રણી પિયુષભાઈ શાહ, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર નાયક, શૈલેષ પટેલ શંકર મહાકાલ, અંકિત શાહ, ધર્મેન્દ્ર ટંડેલ સહિતના અગ્રણીઓ એ સોમવારના રોજ વલસાડ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...