વલસાડ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન ઉભી થયેલી ઓક્સિજનની અછતને લઈને જિલ્લામાં લોકોમાં વૃક્ષા રોપણ વધતું જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લામાં આવેલા 38 હજાર 790 હેક્ટર જમીનમાં રિઝવ વન વિસ્તાર છે. રાજ્યના વન વિસ્તાર સિવાય વધુ ઝાડ ધરાવતા વલસાડ જિલ્લાને ગ્રીન બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આઉટ સાઈડ ફોરેસ્ટ વિસ્તારમાં 63.94% વિસ્તારમાં પ્લાન્ટેશન છે. જે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
વલસાડ જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન પડેલી ઓક્સિજનની અછતને લઈને લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ વધી છે. 2020-21માં 25.93 લાખ વૃક્ષના છોડ રોપવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 38,790 હેક્ટર જમીનમાં વન વિસ્તાર આવ્યો છે. જેમાં ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાઇ રહ્યો છે. વલસાડ જિલ્લાને મીની ચેરાપુનજી તરીકે ઓળખાય છે.
વલસાડ જિલ્લામાં ગ્રીન બેલ્ટ વધારે હોવાથી ચોમાસા દરમિયાન 125 ઇંચ જેટલો વરસાદ પડે છે. જિલ્લામાં આઉટ સાઈડ ફોરેસ્ટ વિસ્તારમાં પણ રાજ્યમાં સૌથી વધુ 63.94% વૃક્ષ ઉછેરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ વર્ષે ઓક્સિજનની પડેલી અછતને લઈને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રેનિંગ મેળવી રહેલા 150 તાલીમ આર્થીઓને 05 છોડ રોપવા આવે ઉછેરવા જણાવ્યું હતું. જેને લઈને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડમાં તાલીમઆર્થીઓને નંબરીંગ કરીને છોડ ઉછેર કરાવ્યા હતા. જેથી તાલીમ આર્થીઓમાં તાલીમ દરમિયાન પર્યાવરણ અંગે જાગૃતિ વધે અને વરવારણમાં પ્રદુષણ ઘટાડવા અને ઓક્સિજન લેવલ વધારવા પ્રયાસ હાથ ધર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે લોકોને ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.